Posts

Showing posts with the label Daily Prasang

સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય

Image
 હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય ચૈત્રીપૂર્ણિમા હનુમાન જયંતી તરીકે ભારતભરમાં ઉજવાય છે.  આ હનુમાન જયંતીના પાવન દિવસે જેના નામથી લખાયેલી હનુમાન ચાલીસાના પાઠથી આજે અનેક લોકોના સંકટ નષ્ટ થાય છે. મનોરથ પૂર્ણ થાય છે,એવી હનુમાન ચાલીસાની રચના કેમ થઈ ?તે જાણી આપણે પણ ભારતીય સંતો અને હિંદુ ધર્મ પ્રત્યેનુ ગૌરવ વધારીએ.      આપણે હનુમાનજીની પૂજા કરીએ છીએ, "હનુમાન ચાલીસા" નો પાઠ કરીએ છીએ, પરંતુ ઘણા ઓછાને ખબર હશે કે હનુમાન ચાલીસાની રચના કયાં, કયારે, કેવા સંજોગોમાં અને કોના દ્વારા થઈ?  આ વાત ઈ.સ.૧૬૦૦ ની છે. આ સમ્રાટ અકબર અને સંત શ્રી તલસીદાસજીના સમયની વાત છે. એકવાર સંત તુલસીદાસજી મથુરા જઈ રહ્યા હતા.રસ્તામાં રાત પડવાથી એમણે આગ્રામાં રાતવાસો કરવાનું નકકી કર્યું અને આગ્રામાં રોકાઈ ગયા. આગ્રાના લોકોને ખબર પડી, સંત તુલસીદાસજી આગ્રા પધાર્યા છે, લોકોના ટોળે ટોળા એમના દર્શનાર્થે ઉમટી પડયા. આ વાતની સમ્રાટ અકબરને ખબર પડી, એમણે બિરબલને બોલાવીને પુછ્યું "તુલસીદાસ કોણ છે? જેને મળવા પ્રજા આટલી બધી ગાંડીતુર થઈ છે?"  ત્યારે બિરબલે અકબરને કહ્યું, એ સંત તુલસીદાસજી છે, જેમણે પવ...

2024 के पहले युवा तालीम केंद्र

Image
2024 के पहले युवा तालीम केंद्र (वाईटीके) बैच के 60 युवाओं ने गुजरात, महाराष्ट्र और राजस्थान के विभिन्न क्षेत्रों में विचार-विमर्श किया। चार युवाओं के 15 समूहों ने कुल 123 गांवों की यात्रा की, जहां उन्होंने 1,681 भक्तों और शुभचिंतकों के घरों का दौरा किया, और पारिवारिक सद्भाव बनाए रखने के लिए सत्संग मूल्यों के महत्व पर जोर दिया। उन्होंने 1,469 परिवारों को साप्ताहिक सत्संग सभाओं में भाग लेने, दैनिक पूजा करने, दर्शन के लिए अपने स्थानीय मंदिर में जाने, प्रतिदिन स्वामिनी वटो और वचनामृत का पाठ करने, एकादशी पर उपवास करने, नियमित रूप से घर सभा आयोजित करने और अन्य सत्संग प्रथाओं में संलग्न होने का संकल्प लेने के लिए प्रेरित किया। युवाओं ने 122 सत्संग सभाएँ भी आयोजित कीं, जिनमें 8,676 लोगों ने भाग लिया। उन्होंने बच्चों के लिए 76 सभाएँ और 49 स्कूल सभाएँ भी आयोजित कीं, जिनमें उन्होंने कुल 12,367 बच्चों को मार्गदर्शन प्रदान किया। शाम को, युवक गाँवों में विशेष भक्ति जुलूसों का आयोजन करते थे, जिसमें 2,327 लोग भाग लेते थे। उन्होंने 534 लोगों को व्यसन छोड़ने के लिए भी प्रेरित किया। इन यात्राओं के माध्यम...

પ્રમુખસ્વામી મહારાજ બળદગાડામાં

Image
 📜 Daily Prasang 📜 ૧૯૮૩ના વર્ષની વાત છે. ૬૨ વર્ષીય પ્રમુખસ્વામી મહારાજ જાન્યુઆરી મહિનાની કાતિલ ઠંડીમાં સાબરકાંઠા જિલ્લામાં વિચરણ કરી રહ્યા હતા.સાબરકાંઠા વિસ્તારના કિશોરપુરા ગામમાં રહેતા એક હરિભક્તે પ્રમુખસ્વામી મહારાજને વિનંતી કરી કે બાપા, આપ મારા ગામમાં પણ પધારો. મારે ખેતરમાં કૂવો કરવો છે અને મારી ઇચ્છા છે કે એ કૂવાનું ખાતમુહૂર્ત આપના હાથે થાય. સાબરકાંઠા જિલ્લાના ભરચક કાર્યક્રમોની વચ્ચે સ્વામીશ્રીએ આ હરિભક્ત માટે પણ સમય ફાળવ્યો અને એમના ગામ જવાનું નક્કી કર્યું. તા. ૧૭મી જાન્યુઆરી, ૧૯૮૩ના દિવસે પ્રમુખસ્વામી મહારાજ સાબરકાંઠા જિલ્લાના કિશોરપુરા નામના નાનકડા ગામમાં પધાર્યાં ગામમાં આવ્યા પછી ખબર પડી કે મોટર કાર પેલા હરિભક્તના ખેતર સુધી જઈ શકે તેમ નથી. કારણ કે અનુકૂળ રસ્તો જ નહોતો. બીજા કોઈ હોય તો હરિભક્તના ઘરે પગલાં કરીને રવાના થાય, પરંતુ પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે આપણે આ હરિભક્તનો મનોરથ પૂરો કરવો છે. કૂવાનું ખાતમુહૂર્ત કરવા માટે આપણે એના ખેતર પર જવું છે. ખેતર સુધી પહોંચવાનો એકમાત્ર વિકલ્પ બળદગાડું હતું. સ્વામીજીએ કોઈ પણ જાતના સંકોચ વગર કહ્યું કે આપણે બળદગાડામાં બેસીને એમના ખેતર ...

ભગવાન શ્રીરામનું ચિંતન કરે, તે શ્રીરામ જેવો થાય

Image
 📜 Daily Prasang 📜 ભગવાન શ્રીરામનું ચિંતન કરે, તે શ્રીરામ જેવો થાય.      એકનાથ મહારાજે ભાવ-રામાયણમાં લખ્યું છે કે 'રામ-રાવણનુ યુદ્ધ થતું હતું, ત્યારે કુંભકર્ણ સૂતેલો હતો. મદદ માટે જયારે રાવણે તેને જગાડ્યો, ત્યારે તેણે પૂછ્યું કે મને કેમ જગાડ્યો ?'      રાવણ કહે છે, 'સીતા માટે યુદ્ધ થાય છે, એટલે તારી મદદ મળે એ માટે તને જગાડ્યો છે.'\      કુંભકર્ણ કહે છે કે 'તું સીતાજીને કેમ લઇ આવ્યો ?'      રાવણ કહે છે કે 'તે બહુ સુંદર છે, તેથી લઇ આવ્યો છું.      કુંભકર્ણ કહે છે, 'તારી ઈચ્છા પૂરી થઇ ?'      રાવણ કહે છે, 'તે પતિવ્રતા છે, મારી સામે નજર ઉંચી કરીને જોતી પણ નથી.'      કુંભકર્ણ કહે છે, 'તું માયાવી રામનું રૂપ ધરી તેમની પાસે જા, તે છેતરાઈ જશે અને તને વશ થશે.'       રાવણ કહે છે, 'મેં તે પ્રયત્ન કર્યો હતો, પણ રામમાં કાંઇ જાદુ હોય તેમ લાગે છે, હું રામનું સ્વ-રૂપ ધરવા જ્યાં તેમના સ્વરૂપનુ ચિંતન કરું છું, ત્યારે મારું મન બદલાઈ જાય છે. મારાં મન-બુદ્ધિ શુદ્ધ થાય છે. સીતા મને મા...

અનાદિ મહામુક્ત જાગાભક્ત (જાગાસ્વામી)

Image
 📜 Daily Prasang 📜 અનાદિ મહામુક્ત જાગાભક્ત (જાગાસ્વામી) તો આજે જોઈએ એમનો જ એક મહિમા જણાવતો પ્રસંગ........... મુક્તરાજ જાગા ભક્ત એ રાઠોડ મોચી કુળ ના હતા અને અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ના પટ્ટ શિષ્યો માં થી એક હતા. સતત ૧૪-૧૪ વર્ષ સુધી સ્વામી ને એમણે સેવ્યા હતા અને ગુણાતીત જ્ઞાન ના ઘૂંટ પી ને એક સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી હતી. મન માં એક જ એષણા હતી- ગુણાતીતાનંદ સ્વામી એટલે મૂળ અક્ષર અને સહજાનંદ સ્વામી એટલે પૂર્ણ પુરુષોત્તમ. અને આ જ્ઞાન ના પ્રવર્તન માટે એમણે જીવન હોમી દીધું. આચાર્ય વિહારીલાલજી મહારાજ એક વિધવાન આચાર્ય હતા અને ગુણાતીતાનંદ સ્વામી ના હસ્તે વર્તમાન ધારણ કર્યા હતા અને એમણે પણ ભાવ હતો કે - ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષર છે પણ – કોઠારી ગોવર્ધનભાઈ અને કોઠારી ભીમજી ભગવાન (ગઢડા) ના પ્રભાવ થી - આ સત્ય ને સમર્થન કરતા ડરતા હતા. એક વાર કોઈએ કહ્યું કે - આચાર્ય વિહારીલાલજી મહારાજ ને કોઈ સંતાન નથી અને સંતાન માટે ખુબ જ દવા-દારુ કરી રહ્યા છે આથી સ્વામી જાગા ભક્તે કોઈ ભક્ત સાથે આચાર્ય મહારાજ ને સંદેશો મોકલાવ્યો કે -જો- આચાર્ય વિહારીલાલજી મહારાજ - પોતાના હાથે અક્ષર પુરુષોત્તમ ની...

મંદિર તો આભમાં થાશે.

Image
 📜 Daily Prasang 📜 મંદિરના નિર્માણમાં જાણે-અજાણે સહયોગ આપનારને અંતકાળે તેડવા આવવા માટે ભગવાન સ્વામિનારાયણે વચન ઉચ્ચાર્યું હતું. તેમના આ વચનની પ્રતીતિ અનેક ભક્તોએ અનુભવી હતી. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ ચરોતરના પીજ ગામે પણ આવી જ એક અનુભૂતિ થઈ હતી. પીજમાં સત્સંગીઓ મંદિર માટે પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ અહીં વસતા જેસાભાઈ પટેલ સ્વામિનારાયણીય સત્સંગના દ્વેષી હતા. આથી ગામમાં મંદિર ન થવા દેવાની તેમની નેમ હતી. ગામના અગ્રણી સત્સંગી જીજીભાઈ બારોટે જેસા પટેલને કહ્યું : 'આ મંદિર કરવા દો તો બહુ સારું.' જેસા પટેલે કટાક્ષમાં કહ્યું: 'મંદિર તો આભમાં થાશે.' નિષ્ઠાની ખુમારીથી બારોટે પ્રત્યુત્તર વાળ્યોઃ 'પટેલ! તો પછી જોજો, મંદિર તો આંહી બે માળનું થાશે ને ઉપલી બારીએ બેસીને હું તમને રામરામ કરીશ.' આમ કહી જીજીભાઈએ ઘરે જઈ વડોદરા ગોપાળાનંદ સ્વામીને પત્ર લખી વિગત જણાવી. ગોપાળાનંદ સ્વામીએ વડોદરાના હરિભક્ત ગોપાળરાવભાઈને કહ્યું : 'પીજમાં પટેલ મંદિર થાવા દેતા નથી ને ત્યાં તમારું ઉપરીપણું છે. તે માટે તમે પત્ર લખી જેસા પટેલને સમજાવો.' ગોપાળરાવે જેસા પટેલને પત્ર લખી જણાવ્યું : ...

શ્રીહરિ પધાર્યા ગોંડલ

Image
 📜 Daily Prasang 📜 શ્રીહરિ એક વખત ગોંડલ પધાર્યા હતા, તે વખતના ગોંડલ રાજ્યના પ્રતાપી રાજા દેવાજીએ ધામધુમથી સામૈયું કર્યું, શ્રીસ્વામિનારાયણ ભગવાન અને સર્વે સંતો ભક્તોને રાજ્યના મહેલમાં ઉતારો આપવાનું નક્કી થયું હતું, તે માટે બધી તૈયારીઓ થઇ ગઈ હતી, રાજ દ્વારા ખુબ ધામધૂમથી શાહી સવારી સાથે શ્રીસ્વામિનારાયણ ભગવાન ગોંડલમાં પધારતા હતા, તે સમયે સવારીમાં વિરાજતા મહારાજને રત્નાભાઈએ પ્રાર્થના  કરી  કે ‘હે પ્રભુ, આપ તો ગરીબનવાઝ છો, માટે આજ મારે ઘરે જમવા પધારો અને મારું ગરીબનું ઘર પાવન  કરો’ શ્રીજીમહારાજે મંદ હાસ્ય કરીને વિનંતી સ્વીકારી ! મહારાજની સાથે હતા એ સૌ સંતો-ભક્તો રાજમહેલમાં ગયા અને મહારાજ રત્ના ભગતની પ્રાર્થનાથી સૌ સંતો ભક્તો સાથે રાજમહેલમાં જમવા જવાને બદલે પોતે એકલા પોતાના ગરીબ ભક્ત રત્નાભાઈ કડીયા ને ઘરે જમવા માટે ગયા, તેમના પત્નીએ ભાવથી તૈયાર કરેલો થાળ પ્રેમથી જમ્યા. તે હરિલીલામૃત કળશ પાંચમા શ્રી વિહારીલાલજી મહારાજે વિશ્રામ ૧૫માં લખ્યું છે કે, ભૂપ દેવાજીએ દીધું માન, આપ્યું ઉતરવા શુભ સ્થાન..! રત્ના કડિયાયે એ સમે આવી,  ઘણા સ્નેહથી વિનંતી સુણાવી...! પ્રભુ રાજ નિવાજ ...

-સદગુરુ ભાયાત્માનંદ સ્વામીના જીવન આખ્યાનમાંથી....🙏🏻

Image
 📜 Daily Prasang 📜 ધંધુકા તાલુકાના વાગડ અને મોરસીયા ગામની સીમમાં વીસ વીઘાની વાડી ફરતે ગઢ જેવો વંડો છે, એ વાડીના કૂવાનું પાણી  ભાયાત્માનંદ સ્વામીને માફક આવતું એટલે તેઓ પોતાના જીવનના ત્રીસ વરહ ત્યાં રહ્યા. એ વાડીના પાણીના સેવનથી સ્વામીને દ્વેષીઓએ આપેલા ઝેરની અસર સામે ખૂબજ રાહત રહેતી. આ વખતે સ્વામીની ઉમર ઘણી હતી એટલે મોટાભાગે ત્યાંજ રહીને સૌને સત્સંગનુ બળ પુરુ પાડતા.      વાગડ ગામના ચુડાસમા દરબાર એવા કલ્યાણસીંહ બાપુ સ્વામીના શીષ્ય હતા, તેઓ સ્વામીની ખૂબ ભાવથી સેવા કરતા. એ વિસ્તારના ગામડાઓમાં દરબાર કલ્યાણસીંહ બાપુના ભકિતમય જીવનથી સહુ કોઇ એમને કલાભગતના નામથી જ ઓળખતા. કલાભગતને ખેતીવાડીમાં અઢીસો વીઘા જમીન હતી અને પરિવારમાં ચાર દિકરાઓ હતા. ભાલની જમીનમાં મોટાભાગે પાકની ઉપજ વિશેષ આવે નહી એટલે આટલી બધી જમીન હોવા છતા તેઓ આર્થિક સંકડામણ ખૂબ અનુભવતા. ક્યારેક કયારેક તો એમને ઘરે અનાજપાણી પણ વરહ પુરુ થાય એટલા વધતા નહી. પરંતુ પોતે સ્વામીને મોટા સંત જાણીને મહિમાથી સેવા કરતા અને સંસારની અનેક વિટંબણાઓ વચ્ચે પણ શ્રીહરિને સર્વોપરી ને સર્વકર્તાહર્તા જાણીને આનંદમાં પોતાના પરિવાર સાથે જ...

જયારે શ્રીજીમહારાજે ઝીણાભાઇના આગ્રહે પંચાળામાં સહું સંતો-ભક્તો સાથે અદભુત રાસોત્સવ કર્યો,.......

Image
 📜 Daily Prasang 📜          જયારે શ્રીજીમહારાજે ઝીણાભાઇના આગ્રહે પંચાળામાં  સહું સંતો-ભક્તો સાથે અદભુત રાસોત્સવ કર્યો, ત્યારે ગામના ગરીબ હરિભક્ત એવા મકન ઠક્કરે પોતાના ઘરેથી લાવીને શ્રીજીમહારાજને ચરણે ઝીણા ઘૂઘરા બાંધીને રાસલીલામાં રાજી કર્યા હતા, એ પળને કિર્તનમાં કંડારતા શ્રીબ્રહ્માનંદ સ્વામીએ તેથી ગાયું છે કે….       છેલો ઠમકે માંડે પાવ ઠાવકા રે,          વાજે ઘુઘરડીનો ઘેર…        કહી શોભા ન જાય પ્યારા કા’નની રે…       એ વખતે પંચાળાના મકન ઠક્કર (કોટક અટક) આર્થિક વ્યવહારે ખુબ જ ગરીબ સ્થિતિમાં હતા, પરંતુ તેઓ ખુબ સેવાભાવી અને શ્રીહરિને વિશે અતિ હેતવાળા હતા. તેમને પંચાળા ગામમાં નાની એવી કરીયાણાની હાટડી હતી, તે હાટડીથી ઘરનો વહેવાર માંડ માંડ ચાલતો. જયારે મહારાજ કે સંતો-ભક્તો પંચાળા પધારે ત્યારે મકન ઠક્કર ખુબ ભાવથી સંતો માટે કૂવેથી પાણી સીંચી લાવવું, રસોઈ માટે લાકડા લાવવા, વાસણો ઉટકવા, શાકભાજી સમારવા, રસ્તા સાફ કરવા, સભાની બેઠક વગેરે જરુરી વ્યવસ્થા કરવી, દરેક નાની મોટી સેવામાં ...

📜 Daily Prasang 📜

 📜 Daily Prasang 📜 અમદાવાદ માં શ્રીહરિની આજ્ઞાએ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામીએ ભવ્ય મંદિર બનાવ્યું અને શ્રીહરિએ પોતે પધારીને સંવત ૧૮૭૮ના ફાગણ વદી ત્રીજના દિવસે પોતાના બાજુઓમાં ઉપાડી ઉપાડીને શ્રીનરનારાયણ દેવની દિવ્યમુર્તિઓ પધરાવી. એ દિવસે આખાયે અમદાવાદના બ્રાહ્મણોને ચોરાસી કરીને ઘીના લચપચતા લાડુઓ કરીને જમાડયા. એ દિવસે લાડુઓ ગાયોને તેમજ કૂતરાઓને પણ પ્રસાદ તરીકે ની શ્રીહરિએ પીરસાવ્યા ને વધ્યાએ કાંકરીયા તળાવમાં માછલાઓ જમે તો એનો પણ ઉદ્ધાર થાય એવા આશય થી કાંકરીયા તળાવમાં પણ પધરાવ્યા.  અમદાવાદ મંદિરના મુર્તિપ્રતિષ્ઠા ઉત્સવ વખતે હજારો રુપીયાનું ખરચ થયેલું. જે મંદિરની આવકમાંથી ભરાય એમ હતું નહી એટલે શ્રીહરિએ પોતાના વનવિચરણ વખતે જે અષ્ટસિદ્ધીઓને સેવા કરવાનો વર દીધેલો એના પાસે સેવા કરાવીને રાતોરાત સૌ વાણીયાઓનું દેવુ ચુકતે કરાવેલું. ક્યાંથી એ બધુ નાણું આવ્યું અને કેમ ચુકવાયું એ કોઇને કશીય ખબર ન પડી.  બીજે દિવસે શ્રીહરિએ મંદિરમાં દેવની કાયમી સેવારીતી કેવી રીતે કરવી એમ વિગતે સૌને ભલામણો કરી. ગુરુદેવ રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામીનું પુ્ર્વાશ્રમનું નામ વિશ્વંભર ભ...

શ્રી ગોપાળાનંદ સ્વામી

Image
 📜 Daily Prasang 📜 શ્રી ગોપાળાનંદ સ્વામી સાબરકાંઠા જિલ્લાના ટોડલા ગામે સંવત્‌ ૧૮૩૭, સને ૧૭૮૧માં બ્રાહ્મણ કુળમાં ખુશાલ ભક્ત તરીકે જન્મ લેનાર સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી બાળપણથી જ ચમત્કારિક વ્યક્તિત્વ ધરાવતા હતા. યુવાવસ્થામાં અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને ૨૭ વર્ષની ઉંમરે શ્રીહરિના હસ્તે દીક્ષા લીધી. ઉપનિષદ આદિક વૈદિક સાહિત્યના પ્રખર વિદ્વાન ગોપાળાનંદ સ્વામીએ અનેક ગ્રંથો પણ રચ્યા છે. શ્રીહરિએ મોટેરા સ્થાપીને તેમને સત્સંગનું સુકાન સોંપ્યું હતું. શ્રીહરિની સર્વોપરી ઉપાસનાના ઉપાસક ગોપાળાનંદ સ્વામીની વાતોમાંથી આચમન... દીવ ગામનો એક વાણિયો સંઘ કાઢીને દ્વારિકાની યાત્રા કરવા જાતો હતો. તેને લોજમાં શ્રીરામાનંદ સ્વામી મળ્યા. તેમણે કાંઈક ચમત્કાર દેખાડ્યો, તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય થયો. પછી ઘણેક દિવસે શ્રીજીમહારાજને દર્શને તે વાણિયો આવ્યો. તેને શ્રીજીમહારાજે કહ્યું : 'તમારે કાંઈ સંશય હોય તો આ નાના બાળક સમાધિવાળા છે તેને પ્રશ્ન પૂછો.' ત્યારે તેણે જે જે પ્રશ્નો પૂછ્યા તેના ઉત્તર તે બાળકે કર્યા. તેમાં તે દ્વારાએ રામાનંદ સ્વામીના જેવો શ્રીજીમહારાજે ચમત્કાર જણાવ્યો. ત્યારે એ ભક્તે શ્રીજીમહારાજ પ્રત્યે...

📜 Daily Prasang 📜

 📜 Daily Prasang 📜       એકવાર શ્રી ગોપાળાનંદ સ્વામી ભાલના ગામ ભોળાદમાં પધાર્યા હતા. તે ગામમાં એક પટેલના ઘરે એક પવિત્ર બ્રાહ્મણ કથા વાંચતા હતા. ત્યારે એ પટેલે તેમને કહ્યું કે, ગોર મહારાજ, જો તમારે કથા કરવી હોય તો આ સ્વામિનારાયણની નવા પંથની કંઠી તોડી નાખો.     ત્યારે બ્રાહ્મણ કહે કે, મુખીબાપા, આ મારા ઇષ્ટદેવની કંઠી તો મારા માથા સાટે છે. ત્યારે એ પટેલ કહે તો અમારે તમારી પાસે કથા કરાવવી નથી. એમ કહીને એ ગોરમહારાજને તુંરત જ રજા દીધી.         પછી તે વાત કોઈક હરિભક્તે શ્રી ગોપાળાનંદ સ્વામીને આવીને કહી. તે વખતે ગામનો એ પટેલ પણ સ્વામી સન્મુખ સહુ સાથે ત્યાંજ બેઠો હતો.       પછી સ્વામીએ કહ્યું, 'પટેલ, કથા કરનાર વ્યાસજીનું સ્વરુપ કહેવાય! તમે વ્યાસજીનું અપમાન કેમ કર્યું ? તમે કથાકાર બ્રાહ્મણનું અપમાન નથી કર્યું પણ વ્યાસજીનું અપમાન કર્યું છે ! માટે તમને એક જમ તેડવા આવશે.               ત્યારે પટેલ ઉદ્ધતાઇથી કહે કે, એક જમને તો હું મારી નાખીશ.     ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, તો બે જમ આવશ...

📜 Daily Prasang 📜

 📜 Daily Prasang 📜 એકવખત ગુરુ ગુણાતિતાનંદ સ્વામી  ડોઢસો-બસો સંતો-હરિભક્તોના સંઘ સાથે વડતાલ જાવા નીસર્યા.         બપોર ટાણુ ચાલતા રસ્તામાં બીલખા ગામ આવ્યું. ગામની ભાગોળે ઘેઘૂર વડલાઓનો છાંયો અને મહાદેવજી નુ મંદિર હતું તે સૌએ બપોરા ગામની ભાગોળે આ મંદિરે કરવા નક્કી કર્યું.                  સ્વામી કહે કે, શ્રીજીમહારાજની આજ્ઞા છે કે કોઇની ધણિયાતી જગ્યામાં એના માલિકને પુછયા વગર ઉતારો ન કરવો એટલા સારુ સૌને ઉભા રાખ્યા ને જગ્યાના મહંત બાવાજી ને ઉતારા સારુ પુછવા સ્વામી ને બોટાદના શીવલાલ શેઠ ગયા.               આટલા બધા માણસોના સંઘના આવતા ભાળીને એ મંદિરના મહંત બાવાજીને મનમાં થયું કે હુ એકલો આટલા બધાની સરભરા કેમ કરીશ એમ વિચારીને બીક નો માર્યો ઘરમા સંતાઇ ગયો. સ્વામીએ બે ચાર સાદ કર્યા ત્યારે તો ઘરમાંથી બહાર ઓસરીમાં આવ્યો. સ્વામી કહે અમારે આહી બપોરના ઠાકોરજીને થાળ કરવા તમારા આ મંદિરની જગ્યામાં રોકાવુ છે તો તમારી રજા લેવા આવ્યા છીએ. મહંત બાવાજી કહે કે, મંદિરમાં જમવા સારુ સીધાની તાણ્ય ...

📜 Daily Prasang 📜

  📜 Daily Prasang 📜 સદગુરૂ ગોવિંદાનંદ સ્વામી   અગાઉ આપણે લતીપર ગામના લાલજીભાઈ સુથાર કે જેઓ સદગુરૂ નિષ્કુળાનંદ સ્વામી તરીકે ઓળખાયા હતા,તેઓના પિતાજી જામનગરના  શેખપાટ ગામે આવીને રહેલા તે  લાલજીભાઈ અને એમનાં ધમઁપત્ની કંકુબેનને બે દિકરા હતા.એમાં એક મહાન નંદ સંત અવતરણ પામેલા એની વાત આજે કરવી છે.એ ગામની ધૂળ કેટલી પાવનકારી હશે કે જ્યાં આવા સંતોને જન્મ લેવાનું નક્કી થયું હશે! કંકુબેનના પુત્ર માધવજી નાનપણથી સત્સંગ પરાયણ જીવાત્મા હતા.એમના પિતાજી અને એમના બાપદાદા આત્માનંદ સ્વામી વખતથી સત્સંગ કરતા અને ધમૅયુક્ત જીવન જીવી,સાદગીથી નીતિ નિયમ પાળતા હતા.તેઓના શિષ્ય રામાનંદ સ્વામીની પ્રસન્નતા અને આશીર્વાદ થકી સૌ સુખી હતા.એમના પિતાજી જે નિષ્કુળાનંદ સ્વામી એકતાળીસ વરસના ગૃહસ્થ જીવન જીવીને સાધુ બનેલા એની ચટકી માધવજીને લાગેલી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં ગઢડા અંત્યના પ્રકરણમાં પ્રકરણ-૨૬માં એમના સ્વમુખે નિષ્કુળાનંદ સ્વામી વિશે વાત કરી છે ને તેઓને સ્ત્રી,ધનાદિક પદાથૅનો જોગ થાય તો પણ ડગે નહીં એવા વૈરાગ્યવાન ગણાવ્યા છે.આ નિષ્કુળાનંદ સ્વામીના દશૅન કરવા માટે  એકવાર સંવત ૧૮૭૪ની સાલમ...

📜 Daily Prasang 📜

 📜 Daily Prasang 📜 ગુરુદેવ રામાનંદ સ્વામીની ગાદી ઉપર ભગવાન શ્રી શ્રીહરિ બિરાજ્યા પછી તેમણે ધર્મ-સંસ્કારનું સીંચન કરવા વિચરણ કરતા અવાર-નવાર કચ્છ દેશની પાવન ભૂમિમાં પધારતા અને અનેક મુકતભક્તોને તેમજ પુર્વના મુમુક્ષુંઓને સુખ આપવા અનેક લીલાઓ પણ કરતા. શ્રીજીમહારાજ જ્યારે ભૂજ પધારતા, ત્યારે રોજ રોજ જુદા જુદા હરિભક્તોના ઘરે થાળ જમવા પધારતા. ભૂજનગરમાં તો તેમનો ઉતારો સુંદરજીભાઇ તથા હિરજીભાઈ સુથારની મેડીએ કાયમ રહેતો.  એક સમયે શ્રીજીમહારાજ ભૂજ નગરમાં પધારેલા. એ વાતની ખબર ગામના મુમુક્ષું એવા રામાનંદી સંપ્રદાયના સૈજીબાઈને પડતાં જ શ્રીહરિનાં દર્શન કરવા આવ્યા. ત્યારે તેમની આંખો એકાએક પહોળી થઇ ગઇ, કારણ કે તેને શ્રીજી મહારાજની મૂર્તિમાં પોતાના ઉપાસ્ય ઇષ્ટદેવ ધનુર્ધારી શ્રી રઘુનાથજીનાં દિવ્ય દર્શન થયા. એ દિવસે તો સૈજીબાઇને મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થઈ વિચરતા પુરુષોત્તમનારાયણ શ્રીહરિમાં પૂર્ણ નિશ્ચય ન જણાયો, પરંતું તેઓ જ્યારે જ્યારે ગામના મંદિરે શ્રીરઘુનાથજીનાં દર્શને જતા, ત્યારે તેમને શ્રીરઘુનાથજીની મૂર્તિમાં દર્શન કરેલ એવા પ્રગટ શ્રીહરિની મૂર્તિ દેખાતી.  થોડા દિવસે ફરી શ્રીહરિનાં દર્શને આવ્...

📜 Daily Prasang 📜

 📜 Daily Prasang 📜 ઉત્તર ગુજરાતના કરજીસણ ગામના નાનાભાઈ અને ગોવિંદભાઈ શ્રીજીમહારાજના સમર્પિત હરિભક્ત. એક વખત શ્રીહરિ કરજીસણમાં નાનાભાઈની વાડીમાં ઊતર્યા. અહીં ઊભો મોલ જોઈ શ્રીજીમહારાજે પૂછ્યું: 'હજુ મોલ લણ્યો નથી?' નાના ભાઈ તરફથી જવાબ મળ્યોઃ 'મહારાજ! ગોવિંદભાઈ સત્સંગમાં સેવામાં ફરે છે એટલે નવરા થતા નથી. હવે પછી લઈ લઈશું.' જવાબ સાંભળતાં જ શ્રીજીમહારાજે મનોમન કંઈક નક્કી કરી લીધું. બીજે દિવસે બપોરે નાનાભાઈ બ્રાહ્મણો પાસે રસોઈ કરાવીને વાડીએ પાછા આવ્યા અને જોયું તો મોલ લણાઈ ગયો હતો! શ્રીજીમહારાજ હજુ મોલ લણીને ઊભા જ થયા હતા. શ્રીજીમહારાજનાં ચરણે પડતાં ગોવિંદભાઈ અને નાનાભાઈ બોલી ઊઠ્યાઃ 'અરે, મહારાજ! આપે આ શું કર્યું?' મહારાજે હસતાં હસતાં કહ્યું: 'ભક્તની સેવા. તમે અમારી સેવા કરવામાંથી નવરા પડતા નથી એટલે અમારે તમારી સેવા કરવી જોઈએ ને?!'

📜 Daily Prasang 📜

 📜 Daily Prasang 📜 ભરૂચમાં શેઠ દયાળજીભાઇ અને નારાયણજીભાઇ નામે બેઉ ભાઇઓ પુર્વજન્મના મુમુક્ષુ હતા. તેઓ પોતાના ઘરે પવિત્ર બ્રાહ્મણ રાખીને પદ્મપુરાણની કથા વંચાવતા હતા. એમા કથામાં આવ્યુ જે 'જો ભગવાન અવતાર ધારણ કરીને આ પૃથ્વી ઉપર વિચરતા હોય તો એને ચરણમાં સોળ ચિહ્ન હોય.' આમ, વાત જાણીને તેઓ ભગવાનના દર્શન થાય એ સંકલ્પ કરતા હતા.  એકદિવસે ભરૂચમાં એમણે કોઇ હરિભકત પાસે સાંભળ્યું જે હાલ શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ રુપે વિચરે છે અને તેઓ હાલ વડતાલમાં બિરાજે છે. આ વાત સાંભળતા તેઓ મનમાં વિચાર કર્યો જે આપણે એ પ્રગટ ભગવાનના દરશન કરવા જઇએ.  શેઠ દયાળજી અને બીજા ચાર વાણીયાઓ શ્રીહરિના દર્શન કરવા ને પોતાની વાત ને ચોકકસ કરવા સારું ચારેય વડતાલ આવ્યા. એ વખતે વડતાલમાં કોંઇ મોટો સમૈયાનો ઉત્સવ થઇ રહ્યો હતો એટલે હજારો હરિભકતો શ્રીહરિના દર્શન કરવા પધાર્યા હતા. એ ભીડને જાણીને આ ચારેય વાણીયાઓ થોડાક આઘેરા ઉભા હતા.  શ્રીહરિ અંતર્યામીપણે એ વાણીયાઓના સંકલ્પને જાણીને એમને ચારેયને નજીક બોલાવવા સાન કરી, ચારેય ને સભામાં હરિભકતોએ ચાલવા જગ્યા કરી દીધી. દયાળજીભાઇ વગેરે ચારેય નજીક આવ્યા અને પ્રણામ કરીને બેઠા ...