સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

શ્રી ગોપાળાનંદ સ્વામી

 📜 Daily Prasang 📜


શ્રી ગોપાળાનંદ સ્વામી




  • સાબરકાંઠા જિલ્લાના ટોડલા ગામે સંવત્‌ ૧૮૩૭, સને ૧૭૮૧માં બ્રાહ્મણ કુળમાં ખુશાલ ભક્ત તરીકે જન્મ લેનાર સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી બાળપણથી જ ચમત્કારિક વ્યક્તિત્વ ધરાવતા હતા. યુવાવસ્થામાં અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને ૨૭ વર્ષની ઉંમરે શ્રીહરિના હસ્તે દીક્ષા લીધી. ઉપનિષદ આદિક વૈદિક સાહિત્યના પ્રખર વિદ્વાન ગોપાળાનંદ સ્વામીએ અનેક ગ્રંથો પણ રચ્યા છે. શ્રીહરિએ મોટેરા સ્થાપીને તેમને સત્સંગનું સુકાન સોંપ્યું હતું. શ્રીહરિની સર્વોપરી ઉપાસનાના ઉપાસક ગોપાળાનંદ સ્વામીની વાતોમાંથી આચમન...
  • દીવ ગામનો એક વાણિયો સંઘ કાઢીને દ્વારિકાની યાત્રા કરવા જાતો હતો. તેને લોજમાં શ્રીરામાનંદ સ્વામી મળ્યા. તેમણે કાંઈક ચમત્કાર દેખાડ્યો, તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય થયો. પછી ઘણેક દિવસે શ્રીજીમહારાજને દર્શને તે વાણિયો આવ્યો.
  • તેને શ્રીજીમહારાજે કહ્યું : 'તમારે કાંઈ સંશય હોય તો આ નાના બાળક સમાધિવાળા છે તેને પ્રશ્ન પૂછો.'
  • ત્યારે તેણે જે જે પ્રશ્નો પૂછ્યા તેના ઉત્તર તે બાળકે કર્યા. તેમાં તે દ્વારાએ રામાનંદ સ્વામીના જેવો શ્રીજીમહારાજે ચમત્કાર જણાવ્યો.
  • ત્યારે એ ભક્તે શ્રીજીમહારાજ પ્રત્યે કહ્યું : 'હે મહારાજ ! પ્રથમ હું રામાનંદ સ્વામીને ભગવાન જાણતો પણ તે રામાનંદ સ્વામીના જેવો આ બાળકને વિષે તમારે પ્રતાપે કરીને ચમત્કાર જણાયો ત્યારે તમારા મોટા મોટા જે સાધુ ને સત્સંગી તેનો પ્રતાપ તો ઘણો હશે ને તમારી મૂર્તિનો જે પ્રતાપ ને મહિમા તે તો બહુ જ અધિક હશે એમ હું જાણું છુ. માટે તમારા સ્વરૂપનું જેમ છે તેમ યથાર્થ મુને જ્ઞાન થાય તેમ કૃપા કરીને કહો.'
  • ત્યારે શ્રીજીમહારાજે તે પ્રત્યે કહ્યું જે 'અંતરની વાર્તા જાણવે કરીને ભગવાનપણાનો નિશ્ચય થાય તો તો અમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તે અનંત જીવના દેહમાં પ્રવેશ કરીને તેના અંતરની વાર્તા જાણે એવા છે ! પૂર્વે જે અવતાર થયા તેના જેવું ઐશ્વર્ય તો અમારા મોટા મોટા સાધુ સત્સંગીમાં જણાય છે. અને અમે તો સર્વે અવતારના અવતારી સર્વોપરી પ્રકટ પુરુષોત્તમ નારાયણ છીએ.'
  • તે વાર્તા સાંભળીને તે ભક્તને શ્રીજીમહારાજના પુરુષોત્તમપણાનો દૃઢ નિશ્ચય થયો. પછી તે ભક્તે શ્રીજીમહારાજના પુરુષોત્તમપણાની વાર્તા કરી તે સાંભળીને બીજા રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા જે જૂના હરિભક્ત હતા તેમના માન્યામાં ન આવી. ત્યારે શ્રીજીમહારાજ પાસે સર્વે મળીને આવ્યા ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે 'ધ્યાનમાં બેસો ને જેમ છે તેમ એ વાત તમને જણાશે.'
  • ત્યારે તે ધ્યાનમાં બેઠા. તેમને શ્રીજીમહારાજે સમાધિ કરાવીને અક્ષરધામને વિષે અનંત પાર્ષદેયુક્ત પોતાની દિવ્ય મૂર્તિનું દર્શન કરાવ્યું ને રામાનંદ સ્વામી તથા સર્વે અવતાર તે શ્રીજીમહારાજની સેવાને વિષે દીઠા ને સર્વે સ્તુતિ કરીને શ્રીજીમહારાજની મૂર્તિને વિષે લીન થયા એમ દીઠું. પછી તે ભક્તોને શ્રીજીમહારાજના પુરુષોત્તમપણાનો દૃઢ નિશ્ચય થયો.
  • પછી તે સર્વે ભક્તોએ સમાધિમાંથી નીસરીને કહ્યું જે 'હે મહારાજ ! તમે સર્વોપરી પુરુષોત્તમ છો. માટે તમારા પુરુષોત્તમપણાના નિશ્ચયમાં સંશય ન થાય એવી કૃપા કરો.' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે 'આ પુરુષોત્તમ તો આ બ્રહ્માંડને વિષે ક્યારેય આવ્યા નથી ને આવશે પણ નહીં. માટે આ તો સર્વોપરી મૂર્તિ છે માટે આ જે નિશ્ચય તે ફરવા દેવો નહિ.' 

(પૃષ્ઠ ૧૨૪)


Comments

Popular posts from this blog

2024 के पहले युवा तालीम केंद्र

સુરત અક્ષરધામ

હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય