સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય

 હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય



ચૈત્રીપૂર્ણિમા હનુમાન જયંતી તરીકે ભારતભરમાં ઉજવાય છે.  આ હનુમાન જયંતીના પાવન દિવસે જેના નામથી લખાયેલી હનુમાન ચાલીસાના પાઠથી આજે અનેક લોકોના સંકટ નષ્ટ થાય છે. મનોરથ પૂર્ણ થાય છે,એવી હનુમાન ચાલીસાની રચના કેમ થઈ ?તે જાણી આપણે પણ ભારતીય સંતો અને હિંદુ ધર્મ પ્રત્યેનુ ગૌરવ વધારીએ. 


    આપણે હનુમાનજીની પૂજા કરીએ છીએ, "હનુમાન ચાલીસા" નો પાઠ કરીએ છીએ, પરંતુ ઘણા ઓછાને ખબર હશે કે હનુમાન ચાલીસાની રચના કયાં, કયારે, કેવા સંજોગોમાં અને કોના દ્વારા થઈ? 


આ વાત ઈ.સ.૧૬૦૦ ની છે. આ સમ્રાટ અકબર અને સંત શ્રી તલસીદાસજીના સમયની વાત છે. એકવાર સંત તુલસીદાસજી મથુરા જઈ રહ્યા હતા.રસ્તામાં રાત પડવાથી એમણે આગ્રામાં રાતવાસો કરવાનું નકકી કર્યું અને આગ્રામાં રોકાઈ ગયા. આગ્રાના લોકોને ખબર પડી, સંત તુલસીદાસજી આગ્રા પધાર્યા છે, લોકોના ટોળે ટોળા એમના દર્શનાર્થે ઉમટી પડયા. આ વાતની સમ્રાટ અકબરને ખબર પડી, એમણે બિરબલને બોલાવીને પુછ્યું "તુલસીદાસ કોણ છે? જેને મળવા પ્રજા આટલી બધી ગાંડીતુર થઈ છે?" 
ત્યારે બિરબલે અકબરને કહ્યું, એ સંત તુલસીદાસજી છે, જેમણે પવિત્ર ગ્રંથ*શ્રી રામચરિતમાનસ ની રચના કરી છે. હું પણ એમને હમણાં જ મળીને આવ્યો છું. એમનુ એક અલૌકિક પ્રતિભાશાળી વ્યકતિત્વ છે. 


તેથી અકબરે પણ તુલસીદાસજીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. સૈનિકોની એક ટુકડી તુલસીદાસજીને લેવા મોકલી. સૈનિકોએ જઈને તુલસીદાસજીને તુરંત લાલ કિલ્લા પર સમ્રાટ અકબરને મળવાનો આદેશ આપ્યો. આ સાંભળી તુલસીદાસજીએ સૈનિકોને કહ્યું કે હું તો પ્રભુ શ્રીરામનો ભકત છું, મારે તમારા સમ્રાટ અને લાલ કિલ્લા સાથે શું સંબંધ? તેમને મને મળવું હોય તો પ્રેમથી પધારે. 


તુલસીદાસજીનો આ જવાબ સાંભળી અકબરને પોતાનું અહં ઘવાયુ. જાણે પોતાનું અપમાન થયુ એવા વિચારથી લાલપીળો થઈ ગયો અને ગુસ્સામાં સૈનિકોને આદેશ કર્યો તુલસીદાસને બેડીમાં જકડીને મારી સામે પ્રસ્તુત કરવામાં આવે. બિરબલે અકબરને આમ ન કરવાનું વારંવાર સમજાવ્યું, છતાં અકબર એકનો બે ન થયો. સૈનિકો દ્વારા તુલસીદાસજીને બેડીઓમાં જકડી અકબર સામે હાજર કરવામાં આવ્યા. અકબરે અહંકારમાં તુલસીદાસજીને કહ્યું કે તમે એક કરિષ્માઈ  વ્યક્તિ છો, માટે કોઈ કરિષ્મો કરી પોતાને બંધન મુકત કરો, તુલસીદાસજીએ કહ્યું  હું તો ભગવાન શ્રીરામનો ભકત છું, કોઈ જાદુગર નથી, જે આપને કરિષ્મો બતાવી શકુ". 


આ સાંભળીને અકબર વધારે ગુસ્સે થયો. સૈનિકોને આદેશ કર્યો "તુલસીદાસજીને બેડીઓ સહિત અંધારી કોટડીમાં પુરી દેવામાં આવે."  


પછી તુલસદાસજીને ચાળીસ દિવસ સુધી જેલ રહેવું પડયું. જેલવાસ દરમિયાન તુલસીદાસજીમાં રહી સ્વયં હનુમાનજી મહારાજે હનુમાન ચાલીસાની રચના કરી. તુલસીદાસજી આનો પાઠ કર્યો અને ૪૦ દિવસે ચમત્કાર સર્જાણો. અચાનક સેંકડોની સંખ્યામાં વાંદરાઓએ લાલ કિલ્લા પર ધાવો બોલીવી બધું અસ્તવ્યસ્ત અને તોડફોડ કરવા માંડ્યુ. વાંદર સૈન્યને રોકવાની કોઈમાં તાકાત ન હતી. આ બધું જોઈ ગભરાએલા અકબરે બિરબલને બોલાવી પુછયું કે "આ બધુ અચાનક શું થઈ રહ્યુ છે"? બિરબલે કહ્યું કે *મહારાજ, મેં આપને પહેલા જ કહ્યું હતું કે સંત શ્રીતુલસીદાસજીને બેડીબંધનમાં ન નાખો, પણ આપ સહમત થયા જ નહિ, હવે પરિણામ આપની સમક્ષ છે". અકબરને પોતાની ભુલનુ ભાન થયુ. આદેશ આપી તરત સંત તુલસીદાસજીને બંધન મુકત કર્યા. તેથી આ બાજુ બધુ શાંત થઈ ગયુ. *તુલસીદાસજીએ આપ વિતી વર્ણન કરતા બિરબલને કહ્યું "મને વગર અપરાધે શિક્ષા થઈ, મેં અંધારી કોઠડીમાં આખી રાત રડતા રડતા ભગવાન શ્રીરામ અને શ્રી હનુમાનજીની આરાધના કરી. હું રડતો ત્યારે ચમત્કારીક રીતે મારા હાથ પોતાની જાતેજ કાંઈક લખતા હતા. ચાળીસ દિવસે, ચાલીસા ચમત્કારીક રચના થઈ છે.*આ રીતે હનુમાનજીએ મારા દ્વારા "હનુમાન ચાલીસા" ની રચના કરી. અને મારા પર આવેલ ભયાનક સંકટમાંથી મને મુકત કરાવ્યો.  વિશેષમાં પ્રભુએ કહ્યું છે કે, આજથી આ પૃથ્વી ઉપર કયારેય કોઈ પણ વ્યક્તિ સંકટમાં હશે અને આ "શ્રીહનુમાન ચાલીસા"નું વચન પઠન કરશે, તો હનુમાનજી એ વ્યક્તિને કોઈપણ સંકટમાથી ઉગારી લેશે. આજથી આ લેખન "શ્રી હનુમાન ચાલીસા" ના નામથી દુનિયામાં પ્રચલિત થશે."  



આ બાજુ સમ્રાટ અકબરે પણ આ અલૌકિક ચમત્કાર જોઈ તુરંત સંત શ્રીતુલસીદાસજીની માફી માંગી અને ખૂબ માનપૂર્વક પૂરા સંરક્ષણ સાથે તુલસીદાસજીને મથુરા મોકલ્યા. 


આજે પણ "હનુમાન ચાલીસા"ના પાઠ કરી અનેક લોકો સંકટ મુકત થાય છે. માટે જ શ્રીહનુમાનજીને "સંકટ મોચન" પણ કહે છે.


Comments

Popular posts from this blog

2024 के पहले युवा तालीम केंद्र

સુરત અક્ષરધામ