Posts

Showing posts with the label SATPURUSH

સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

ખેડૂતની ઝૂપડીમાં યોગીબાપા

Image
 એક વખત યોગીબાપા ભુજ પ્રદેશમાં વિચરણમાં હતા.બપોરનો સમય હતો તેથી સર્વે પાછા ફરતા ઉતાવળે ચાલવા લાગ્યા.રસ્તામાં એક ગરીબ ખેડૂત સામે મળ્યો.ટૂંકી ધોતી,માથે ફાટેલ ચીંથરેહાલ ફાળિયું અને ખુલ્લું શરીર. યોગીબાપાને પગે લાગી એણે ભક્તિભાવપૂર્વક કહ્યું : બાપજી,મારી ઝૂંપડી પાવન કરો..      યોગીબાપાએ કહ્યું : હાલો,પધરામણીએ જઈએ..      તડકો બરાબર માથે ચડ્યો હતો.બધા હરિભક્તોની ધીરજ ખૂટી ગઈ હતી.ચાલવાની શ્રદ્ધા રહી ન હતી.પરંતુ યોગીબાપાએ પહેલા ખેડૂતને કહ્યું : તમે જાઓ,અમે આવીએ છીએ..          યોગીબાપા ઝૂંપડીએ ગયા.પેલા ખેડૂતે એક ફાટેલી ગોદડી પાથરી.યોગીબાપા એના ઉપર બિરાજ્યા.અને એમણે પેલા ખેડુતને વર્તમાન ધરાવ્યા ને આશીર્વાદ આપ્યા.પૂજાની મૂર્તિઓ આપી. માળા આપી અને પોતે ફેરવી બતાવી.પછી કહ્યું : દરરોજ સ્વામિનારાયણ ભગવાનની પાંચ માળા ફેરવજો..       ગરીબ ખેડૂત બે હાથ જોડીને ઉભો રહ્યો.યોગીબાપાની આજ્ઞા એણે નમ્રતાપૂર્વક સ્વીકારીને સાષ્ટાંગ પ્રણામ કર્યા..        થોડીવાર રહી યોગીબાપાએ ખેડૂતને કહ્યું : રજા આપો તો જઈએ.ખેડૂતની આંખમાં પ...

ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને જુનાગઢ મંદિરના મહંતની સેવા આપી

Image
 📜 Daily Prasang 📜 ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને જુનાગઢ મંદિરના મહંતની સેવા આપી હતી.સ્વામીશ્રી જ્યારે જુનાગઢ વિરાજતા ત્યારે દેશાંતરના હરિભક્તોં સ્વામીશ્રીના દર્શને આવતા. એક વખત આખા ગામના ઉનેવાળ બ્રાહ્મણ મુળજી ક્ષોત્રીય સ્વામીશ્રીના દર્શને આવ્યા. સ્વામીશ્રી સભામાં વિરાજતા હતા,તેમને દંડવત કરી તે સભામાં બેઠાં. થોડીવારે સ્વામીશ્રીએ તેમને બોલાવ્યા ને કહ્યું, " કેમ સુખી છો ને? કંઇ પૂછવું છે? "      પોતાના અંતરની વાત સ્વાશ્રીએ જાણી લીધી, તેથી તેને આનંદ થયો. પછી તેણે હાથ જોડીને પૂછ્યું, " સ્વામી!  ઓણ સાલ મારા પુત્ર વાલજીના લગ્ન થાય તેમ છે, તો કરું કે નહીં? "    આ સાંભળી સ્વામીશ્રી થોડીવાર આંખો મીંચી ગ્યા. પછી નેત્ર ખોલીને તેના તરફ દ્રષ્ટિ કરીને કહ્યું :"મુળજી!  ઓણ સાલ તારાં વાલજીને પરણાવીશ મા.ગમે તેમ કરી આ વરસ જાવા દે. "    મુળજીને તો તેના પુત્રને પરણાવવાનો આગ્રહ ન હતો. તેમાં વળી સ્વામીશ્રીએ ઓણ લગ્ન કરવાની ના કહી, તેથી તેનો સંકલ્પ બંધ જ થઈ ગયો. પરંતુ તેના વેવાઇને ખર્ચ ઉગારવા બે દીકરી સાથે પરણાવવાનો આગ્રહ હતો. મુળજીને થયું કે વેવાઇને...

🌹યોગી યુવક ઉપવાસ કૉલેજ 🌹

Image
🌹યોગી યુવક ઉપવાસ કૉલેજ 🌹 એકવાર યોગીજી મહારાજ ઉતારામાં બપોરના સમયે બેઠા હતા. ઘણું કરીને હમેશા એમની આસપાસ સત્સંગી યુવાનો વિંટળાયેલા જ હોય. તે વખતે સ્વામીશ્રીએ પાંચ-સાંત યુવકોને બીજે દિવસે ઉપવાસ કરવા આજ્ઞા આપી હતી. તેટલામાં એ યુવકો તેમના દર્શને આવી ચડ્યા. તુરત સ્વામીશ્રીએ એક યુવકને કહ્યું, 'કાલે ઉપવાસ કરશો ને ❓' 'હા બાપા.' 'નિર્જળા કરવાનો હોં ❗ લ્યો થાપો.' એમ કહી પીઠ થાબડી. પછી હસતાં હસતાં બોલ્યા, 'આ તો ઉપવાસની કૉલેજ છે. અહીં જે આવે એને ઉપવાસ મળે જ.' એક યુવકે ઉત્સાહમાં આવી જઈ સૂચન કર્યું, 'યોગી ઉપવાસ કૉલેજ.' 'ના, યોગી યુવક ઉપવાસ કૉલેજ.' યોગીબાપાએ જાતે સુધારો કરી નામ વધાવી લીધું. પોતાના વહાલા યુવકોને પ્રવૃત્તિમાં જોડ્યા વગર એમને હેત કેમ થાય ❓ અને હેત વગર એમનું વચન પણ કેમ મનાય ❓ નાના બાળકો, કિશોરો, યુવાનો કે જે દિવસમાં ચાર-પાંચ વખત જમતા હોય, જે એક ટંક પણ ભૂખ્યા ન રહી શકે, તેઓ યોગીબાપાના વચને પ્રેમથી-સામેથી માગીને નિર્જળા ઉપવાસ કરે -તે શું આશ્ચર્ય ન કહેવાય ❗ 🙏🏻 જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻

🌹યોગીબાપા ક્યાં❓🌹

 🌹યોગીબાપા ક્યાં❓🌹   નાનાં બાળકો પ્રત્યે પ્રેમ બતાવવાની યોગીજી મહારાજની રીત અનોખી હતી, દુનિયાદારીથી વિલક્ષણ હતી. આપણે બાળકોને રમાડીએ ત્યારે આપણું ભાન ભૂલી જઈએ છીએ. એનાં કોમળ અને રૂપાળા દેહ ઉપર વારી જઈએ છીએ. આપણો પ્રેમ પાર્થિવ છે. યોગીબાપાએ કદી બાળકોને ખોળામાં લીધાં નથી કે નથી એનાં દેહ સામું જોયું. છતાં એમની નિર્મળ આંખોના એક વિશિષ્ટ ઈશારાથી, એમના કોમળ સ્પર્શથી આ બાળકોમાં ચેતનાનો સંચાર થયો છે અને બાપા અનેક બાળહૃદયમાં બિરાજી ગયા છે. મા-બાપની છાયામાં રહેતું બાળક, મા-બાપને સંભારે એ ચેષ્ટા સાહજિક છે. જ્યારે યોગીબાપાનાં તો દર્શન બાળકોને ક્યારેક જ સાંપડે. પણ 'યોગીબાપા' બોલતાં એમની જીભ સુકાય નહિ એ આશ્ચર્ય હજારો માતા-પિતાએ અનુભવ્યું છે. યોગીબાપાની છબી જુએ ને એકદમ પા પા પગલી માંડતા, એક આંગળી મોઢામાં ને એક આંગળી છબી સામે દેખાડતા બાળકનાં મોઢામાંથી શબ્દો સરી પડતા... 'બા...પા...બાપા ❗' એ બાળહૃદયમાં પૂરાઈ ગયેલા બાપા જ આ બોલી રહ્યા હતા. એમાં કોઈ ચમત્કાર ન હતો. અંતરના સાક્ષીનો એ પોકાર હતો સને ૧૯૬૮માં કોલકત્તા સને ૧૯૬૮માં યોગીજી મહારાજ કોલકત્તા પધાર્યા હતા ત્યારે એમનું સ્વાસ્થ્ય બહુ સાર...

⛎#યોગીજી_મહારાજની_બોધકથા - ૧૬૭

 ⛎#યોગીજી_મહારાજની_બોધકથા - ૧૬૭ 🔴#દેવીનો_દીધેલ_દીકરો વડાદરા બ્રાહ્મણો એક ગામમાં આવ્યા. એક ઘેર ગયા. ઘર-ધણી પટેલ પાકા સત્સંગી હતા પણ બહાર ગયા હતા. ઘેર બાઈ એકલાં હતાં. તેમને દીકરો નહિ. બ્રાહ્મણોએ માતાની માનતા આપી. પછી તો તેમને દીકરો થયો. બ્રાહ્મણો તેમને ઘેર આવ્યા. તે વખતે પટેલ ઘેર હતા. તેમણે બ્રાહ્મણોને જોઈ ઘરવાળાને પૂછ્યું : “આ બ્રાહ્મણો કેમ આવ્યા છે?” તેમણે કહ્યું : “તેમણે માતાની માનતા આપેલી તેથી આ દીકરો થયો છે એટલે તેઓ દક્ષિણા લેવા આવ્યા છે.” પટેલ તો ખરેખરા સત્સંગી. તેણે બ્રાહ્મણોને કહ્યું : “તારી માતાનો દીકરો મારે ન જોઈએ, પાછી લઈ જા.” એમ કહી દીકરાને બ્રાહ્મણના ખોળામાં મૂકી દીધો. બ્રાહ્મણો તો ગભરાઈને દીકરાને મૂકી ભાગી જ ગયા. મહારાજ સિવાય કોઈનો ભાર ન રહે તે સાચી ઉપાસના. કૃપાનંદ સ્વામી જ્યાં ફર્યા ત્યાં દોરો, ડાકલું કે ધાગો ન મળે.

🌹તપ કરાવે અને હેતે જમાડે🌹

    🌹તપ કરાવે અને હેતે જમાડે🌹 ગોંડલના અક્ષરમંદિરનાં ખૂણામાં ખાડો ખોદવાનો હતો. આ માટે યોગીજી મહારાજે આજ્ઞા કરી કે યુવકો અને હરિભક્તો આ સેવા કરે. નડિયાદના હરિભક્ત કૃષ્ણાભાઈની દેખરેખ નીચે આ શ્રમયજ્ઞ ચાલ્યો. સ્વામીશ્રી સભામાં બિરાજતા હોય અને કોઈ જુવાનિયા કે ગામડાના ખેડૂત વર્ગના ભક્તો દર્શને આવે એટલે તુરત સ્વામીશ્રી એમને શ્રમયજ્ઞમાં મોકલે. સ્વામીશ્રીની આજ્ઞાથી સેવા તો સૌ કરે પણ સ્મૃતિએ સહિત સેવા થાય એ જુદી. ભગવાન અને પ્રગટ સંતને સંભારીને સેવા કરવાથી અંતરમાં શાંતિ થાય. એટલે સ્વામીશ્રી પણ સૌને ભક્તિનું અનુસંધાન રહે તેથી રોજ નિયમિત દર્શન દેવા પધારે. ક્યાં સુધી કામ ચાલ્યું ❓ સૌ બરોબર સેવા કરે છે કે નહિ ❓ વગેરે ખબર અંતર પૂછે. પોતે ત્યાં પંદરથી વીસ મિનિટ સુધી બિરાજે. બધાંને સેવા કરતાં જોઈને રાજી થાય. વળી, તાળી પાડતાં, હાથના લટકા કરતાં સૌને જલ્દીથી કામ કરવાનો ઈશારો કરે. સ્વામીશ્રીને જોઈને સૌ એવા તો તાનમાં આવી જાય કે પડતા-આખડતા સેવામાં મંડી પડે. એક બપોરે સ્વામીશ્રી આ સેવાયજ્ઞમાં પધાર્યા. બે નાના યુવકો સવારથી ખાડો ખોદતા હતા. વળી સ્વામીશ્રીની આજ્ઞાથી એમણે નિર્જળ ઉપવાસ પણ કરેલો. અતિશય શ્રમન...

📜 Daily Prasang 📜

 📜 Daily Prasang 📜 એક દિવસે સુરા ખાચર દૂધ ને રોટલો જમતા હતા, તે જમતા જાય અને કોઈક છોકરા સાથે વાત કરતા જાય, પછી મહારાજે દાદાખાચરને પૂછ્યું જે 'સુરો ખાચર કોની સાથે વાત કરે છે ❓' ત્યારે તે બોલ્યા, 'કોઈક છોકરા સાથે વાત કરે છે.' પછી મહારાજે પૂછ્યું, 'સુરા ખાચર તે છોકરા સાથે શી વાત કરતા હતા❗' ત્યારે સુરા ખાચર બોલ્યા જે 'ભણે મહારાજ❗ બે દિવસે રોટલો મળ્યો છે, તેમાં ભાગ પડાવવા આવ્યો હતો.' પછી મહારાજ કહે, 'ઘરમાં દાણા નથી કે શું❓' ત્યારે કહે, 'ના મહારાજ.' પછી મહારાજે દાદાખાચરને પૂછ્યું જે 'તમારા દાણા છે ❓' ત્યારે કહે, 'ગામ રણિયાળાનો અવેજ આવ્યો છે.' પછી મહારાજ કહે, 'તમો પાંચ કળશી દાણા ઉછીના આપશો❓' દાદાખાચર કહે, 'ગાડાં મોકલાવશે તો આપીશું.' પછી મહારાજ સુરા ખાચરને કહે, 'તમો ગાડાં મોકલો. દાદાખાચર દાણા ઉછીના આપશે.' ત્યારે કહે, 'સારું મહારાજ.' પછી ગાડાં મોકલીને દાણા મંગાવ્યા અને મહારાજ એક માસ નાગડકે રહ્યા. ત્યારથી સુરા ખાચરના દરબારમાં સમૃદ્ધિ વધી. તે દાણા નાખવાનો માગ મળતો નહીં.