સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને જુનાગઢ મંદિરના મહંતની સેવા આપી

 📜 Daily Prasang 📜





  • ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને જુનાગઢ મંદિરના મહંતની સેવા આપી હતી.સ્વામીશ્રી જ્યારે જુનાગઢ વિરાજતા ત્યારે દેશાંતરના હરિભક્તોં સ્વામીશ્રીના દર્શને આવતા. એક વખત આખા ગામના ઉનેવાળ બ્રાહ્મણ મુળજી ક્ષોત્રીય સ્વામીશ્રીના દર્શને આવ્યા. સ્વામીશ્રી સભામાં વિરાજતા હતા,તેમને દંડવત કરી તે સભામાં બેઠાં. થોડીવારે સ્વામીશ્રીએ તેમને બોલાવ્યા ને કહ્યું, " કેમ સુખી છો ને? કંઇ પૂછવું છે? "
  •      પોતાના અંતરની વાત સ્વાશ્રીએ જાણી લીધી, તેથી તેને આનંદ થયો. પછી તેણે હાથ જોડીને પૂછ્યું, " સ્વામી!  ઓણ સાલ મારા પુત્ર વાલજીના લગ્ન થાય તેમ છે, તો કરું કે નહીં? "
  •    આ સાંભળી સ્વામીશ્રી થોડીવાર આંખો મીંચી ગ્યા. પછી નેત્ર ખોલીને તેના તરફ દ્રષ્ટિ કરીને કહ્યું :"મુળજી!  ઓણ સાલ તારાં વાલજીને પરણાવીશ મા.ગમે તેમ કરી આ વરસ જાવા દે. "
  •    મુળજીને તો તેના પુત્રને પરણાવવાનો આગ્રહ ન હતો. તેમાં વળી સ્વામીશ્રીએ ઓણ લગ્ન કરવાની ના કહી, તેથી તેનો સંકલ્પ બંધ જ થઈ ગયો. પરંતુ તેના વેવાઇને ખર્ચ ઉગારવા બે દીકરી સાથે પરણાવવાનો આગ્રહ હતો. મુળજીને થયું કે વેવાઇને ના કેમ પાડવી? 
  •     મુળજી આખા ગયા. તેના વેવાઇ તરફથી દબાણ થયું ને વાલજીને પરણાવવાનું તેણે નક્કી કર્યુ. થોડા દિવસ બાદ વાલજીના લગ્ન થઈ ગયા એટલે મુળજી ફરીવાર જુનાગઢ સ્વામીશ્રી પાસે આવ્યા. સ્વામીશ્રીને તેણે કહ્યું, " સ્વામી!  આપે ના પાડી હતી પણ વેવાઇના અતિ આગ્રહ થી મારે વાલજીના લગ્ન કરવા પડ્યા છે. "
  •    સ્વામીશ્રીને આ ઠીક ના લાગ્યું. સ્વામીની આંખોમાં થોડી ગ્લાનિ દેખાઇ. પછી તરત જ સ્વામીશ્રીએ કહ્યું : " મુળજી!  તેં આજ્ઞા ના પાળી તેં ઠીક ના કર્યુ. હશે!  હવે જે થયું તે ઠીક. પણ તારા વાઢે જ્યાં ચિચોડો ફરતો હોય ત્યાં વાલજીને જાવા દઈશ નહીં. "
  •                 મુળજી સ્વામીશ્રીની આજ્ઞાનો મર્મ સમજી ગયા. તેના અંતરમાં પણ દુ:ખ તો થયું, છતાં જે થવાનું હતુ તે થઈ ગયું, હવે વાલજીને વાઢે ન જવા દેવો. તે આજ્ઞા બરોબર પાળી લેવી જેથી વરસ વીતી જાય. પરંતુ ભાવિ કંઇ મિથ્યા થતું નથી. 
  •      મુળજીએ શેરડીનો વાઢ કર્યો હતો. જ્યારે ચિચોડો ચાલું હતો ત્યારે તેણે પૂરી તકેદારી રાખી કે વાલજી વાઢે ન આવે. રોજ તેને માટે શેરડી ઘેર લાવે અને તેને ખવરાવે. ચિચોડો બંધ થવાને એક દિવસ બાકી હતો ત્યારે વાલજી પોતાના કેટલાક મિત્રો સાથે વાઢે ગયો.આ વખતે મુળજી ત્યાં ન હતા એટલે વાલજીને પણ ફાવ્યું. તે ચિચોડા પાસે ગયો અને તેમાં શેરડી નાખતા તેનો આખો હાથ ચિચોડામાં આવી ગયો. તરત તે બેભાન થઈ ગયો. તેને ઘેર લઇ આવ્યા, પરંતુ તેને ચમક લાગતાં તેનો દેહ પડી ગયો. સ્વામીશ્રીના વચનની અવજ્ઞા કરવાથી જે પરિણામ આવવાનું હતું તે આવી ગ્યું. બ્રાહ્મણ પુત્રીને અકાળે વૈધવ્ય આવ્યું...!!! 
  •      સત્સંગી માત્રને જે કંઇ સુખ છે તે મોટાં પુરુષની આજ્ઞાને વિશે વર્તવે કરીને સુખ છે અને જે કંઇ દુ:ખ છે તે આજ્ઞા લોપ્યાનું દુ:ખ છે.


Comments

Popular posts from this blog

2024 के पहले युवा तालीम केंद्र

સુરત અક્ષરધામ

હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય