Posts

Showing posts with the label Amrut Vachan

સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

ગુરુ (ક્ષેત્રજ્ઞ)ખેડૂત અને શિષ્ય (ક્ષેત્ર )ખેતર છે.

Image
 Amrut vachan ગુરુ (ક્ષેત્રજ્ઞ)ખેડૂત અને શિષ્ય (ક્ષેત્ર )ખેતર છે. ખેડૂત ખેતરને યોગ્ય બનાવીને તેમાં સારામાં સારું બીજ નાખે છે અને બીજ વાવતી વખતે એ આશા પણ રાખે છે કે સારું અનાજ ઉત્પન્ન થાય.  ગુરુરુપી ખેડૂત પણ શિષ્ય ના હ્રદયરુપી ખેતરમાં નામરુપી બીજ વાવતી વખતે આ ભાવના રાખે છે કે શિષ્યનું કલ્યાણ થાય,તેને પરમ શાંતિ, પરમ ગતિ પ્રાપ્ત થાય, પણ ખેતરમાં વાવેલા બીજમાંથી ત્યાંરે જ અંકુર ફૂટે છે કે જ્યારે તે પોતે ગળીને નષ્ટ   થઈ જાય છે, તૂ કો ઈતના મિટા કિ તૂ તૂ ન રહે  તુજ મે દુઈ કી બૂ ન રહે શિષ્ય જ્યાં સુધી સૂક્ષ્મ અહંભાવને દૂર કરતો નથી ત્યાં સુધી તેમાં નામ રુપી બીજ અંકુરિત થતું નથી, પોતાની જાતનું પોતાપણું કાઢી નાખવાથી નામના પ્રેમનો અનુભવ થાય છે, આ વાણી નો વિષય નથી, આ તો ફક્ત અનુભવ મેળવવાનો અને પ્રેમનો માર્ગ છે, ગુરુકૃપા_હી_કેવલં_સરળ માર્ગ

🇦🇹 Amrut vachan 🇦🇹

Image
 🇦🇹 Amrut vachan 🇦🇹 દેરડી ગામમાં રૂપસી શેઠે શ્રીહરિને કરેલ પ્રાર્થના  मूर्ति विन चिंतवन हि जेता,         गुणमय दरशात हे तेता;  संचित प्रालब्ध करिमाण जेहा,          कारन देह गुणमय हे तेहा... २९ 🪷આપની મૂર્તિનાં ચિંતવન સિવાયનું જેટલું કાંઈ સંસારમાં ચિંતવન છે તે સર્વે ગુણમય દેખાય છે અને સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ એ ત્રણ કર્મો જ ગુણમય કારણ દેહ છે.  गुण में वर्तत जीय ज्यां लगही,            हर्ष शोक रहत तियां लगहि; मूर्ति को जिय करे चिंतवन जेहु,           गुणातीत जो स्थिति हे तेहु...३० 🪷 જ્યાં સુધી જીવ ગુણમય વર્તે છે ત્યાં સુધી તેને હર્ષશોક રહે છે. જે જીવ આપની મૂર્તિનું ચિંતવન કરે છે તે ચિંતવનને જ ગુણાતીત સ્થિતિ કહેવાય છે.  શ્રીહરિચરિત્રામૃતસાગર , પૂર:- ૬, તરંગ :-  ૮૭