સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

ખેડૂતની ઝૂપડીમાં યોગીબાપા



  •  એક વખત યોગીબાપા ભુજ પ્રદેશમાં વિચરણમાં હતા.બપોરનો સમય હતો તેથી સર્વે પાછા ફરતા ઉતાવળે ચાલવા લાગ્યા.રસ્તામાં એક ગરીબ ખેડૂત સામે મળ્યો.ટૂંકી ધોતી,માથે ફાટેલ ચીંથરેહાલ ફાળિયું અને ખુલ્લું શરીર. યોગીબાપાને પગે લાગી એણે ભક્તિભાવપૂર્વક કહ્યું : બાપજી,મારી ઝૂંપડી પાવન કરો..
  •      યોગીબાપાએ કહ્યું : હાલો,પધરામણીએ જઈએ..
  •      તડકો બરાબર માથે ચડ્યો હતો.બધા હરિભક્તોની ધીરજ ખૂટી ગઈ હતી.ચાલવાની શ્રદ્ધા રહી ન હતી.પરંતુ યોગીબાપાએ પહેલા ખેડૂતને કહ્યું : તમે જાઓ,અમે આવીએ છીએ..
  •          યોગીબાપા ઝૂંપડીએ ગયા.પેલા ખેડૂતે એક ફાટેલી ગોદડી પાથરી.યોગીબાપા એના ઉપર બિરાજ્યા.અને એમણે પેલા ખેડુતને વર્તમાન ધરાવ્યા ને આશીર્વાદ આપ્યા.પૂજાની મૂર્તિઓ આપી. માળા આપી અને પોતે ફેરવી બતાવી.પછી કહ્યું : દરરોજ સ્વામિનારાયણ ભગવાનની પાંચ માળા ફેરવજો..
  •       ગરીબ ખેડૂત બે હાથ જોડીને ઉભો રહ્યો.યોગીબાપાની આજ્ઞા એણે નમ્રતાપૂર્વક સ્વીકારીને સાષ્ટાંગ પ્રણામ કર્યા..
  •        થોડીવાર રહી યોગીબાપાએ ખેડૂતને કહ્યું : રજા આપો તો જઈએ.ખેડૂતની આંખમાં પાણી આવ્યા.એણે સજળ નેત્રે યોગીબાપાને વિદાય આપી અને ફરી પધારવા પ્રાર્થના કરી. યોગીબાપા બોલ્યા : જોગ હશે તો ફરી જરૂર આવીશું..
  •      દરેકનું હિત ઇચ્છતા યોગીબાપા સૌનો સંપર્ક રાખવામાં પૂરી કાળજી બતાવતા.નિપુણતા દાખવતા.બને ત્યાં સુધી પ્રત્યક્ષ  સંપર્કમાં જ માનતા.એ માટે જ ગામોગામનું સતત વિચરણ,પધરામણીઓ વગેરેમાં એમણે મોળું રાખું નહીં.ખૂબ જ તકેદારી રાખી.રાત-મધરાત,ટાઢ-તડકો જોયા સિવાય સૌને સંતોષ્યા.સમૈયા- ઉત્સવોમાં મોટો સમુદાય હોય ત્યારે પણ મોટાભાગના લોકો એમની આંખ તળે આવી જતા.કોઈને આશીર્વાદ,કોઈને ધબ્બો,કોઈ સાથે દૃષ્ટિમિલન.કોઈને હેતનાં બે વચનો,કોઈને આંખોનો ઈશારો તો કોઈને હાથનું લટકું.આમ અલ્પ મુલાકાતમાં યોગીબાપાના સંપર્ક-કૌશલ્યનો આસ્વાદ દરેકને મળી રહેતો..(૧૩૭)
  •     આ પ્રસંગમા યોગીબાપા એક સામાન્ય ખેડૂતની ઝૂપડીમાં જાય છે જે સત્સંગી પણ નથી.તો પણ એની ઝૂપડીમાં જઈને એને વર્તમાન ધરાવે છે.અને સત્સંગી કરે છે.યોગીબાપા માટે ત્યારેય આ નાનો તે આ મોટો એવું હતું જ નહી.એના માટે તો બધા સરખા હતા. કોઈ મોટા કોઈ નાના નહિ.. 


જય સ્વામિનારાયણ 🙏


Comments

Popular posts from this blog

2024 के पहले युवा तालीम केंद्र

સુરત અક્ષરધામ

હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય