સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

પ્રમુખસ્વામી મહારાજ બળદગાડામાં

 📜 Daily Prasang 📜


  • ૧૯૮૩ના વર્ષની વાત છે. ૬૨ વર્ષીય પ્રમુખસ્વામી મહારાજ જાન્યુઆરી મહિનાની કાતિલ ઠંડીમાં સાબરકાંઠા જિલ્લામાં વિચરણ કરી રહ્યા હતા.સાબરકાંઠા વિસ્તારના કિશોરપુરા ગામમાં રહેતા એક હરિભક્તે પ્રમુખસ્વામી મહારાજને વિનંતી કરી કે બાપા, આપ મારા ગામમાં પણ પધારો. મારે ખેતરમાં કૂવો કરવો છે અને મારી ઇચ્છા છે કે એ કૂવાનું ખાતમુહૂર્ત આપના હાથે થાય.


  • સાબરકાંઠા જિલ્લાના ભરચક કાર્યક્રમોની વચ્ચે સ્વામીશ્રીએ આ હરિભક્ત માટે પણ સમય ફાળવ્યો અને એમના ગામ જવાનું નક્કી કર્યું. તા. ૧૭મી જાન્યુઆરી, ૧૯૮૩ના દિવસે પ્રમુખસ્વામી મહારાજ સાબરકાંઠા જિલ્લાના કિશોરપુરા નામના નાનકડા ગામમાં પધાર્યાં ગામમાં આવ્યા પછી ખબર પડી કે મોટર કાર પેલા હરિભક્તના ખેતર સુધી જઈ શકે તેમ નથી. કારણ કે અનુકૂળ રસ્તો જ નહોતો. બીજા કોઈ હોય તો હરિભક્તના ઘરે પગલાં કરીને રવાના થાય, પરંતુ પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે આપણે આ હરિભક્તનો મનોરથ પૂરો કરવો છે. કૂવાનું ખાતમુહૂર્ત કરવા માટે આપણે એના ખેતર પર જવું છે.

  • ખેતર સુધી પહોંચવાનો એકમાત્ર વિકલ્પ બળદગાડું હતું. સ્વામીજીએ કોઈ પણ જાતના સંકોચ વગર કહ્યું કે આપણે બળદગાડામાં બેસીને એમના ખેતર સુધી જઈશું અને એમનો સંકલ્પ પૂરો કરીશું.

  • વિશ્વવ્યાપી સંસ્થાના પ્રમુખ એક સામાન્ય હરિભક્તની ઇચ્છા પૂરી કરવા માટે મોટર કારમાંથી ઊતરી એક ખખડધજ બળદગાડામાં બેઠા અને એ હરિભક્તના ખેતર સુધી પહોંચ્યા. ઠંડી પણ ખૂબ હતી અને શિયાળાના ઠંડા વાયરા પણ છાતી ચીરી નાંખે તેવા હતા. આમ છતાં ખુલ્લા બળદગાડામાં બેસીને ખેતર પર આવ્યા અને મોટા રાજમહેલનું ખાતમુહૂર્ત કરતા હોય એવા ઉત્સાહ અને ભાવ સાથે કૂવાની ખાતમુહૂર્તવિધિ પૂરી કરી. એ સાધારણ ખેડૂત હરિભક્તના ખેતરમાં આજેય એ કૂવો પ્રમુખ સ્વામીજીના અખૂટ સ્નેહની મીઠી યાદોની સરવાણી વહાવે છે.

  • લોકોની ઇચ્છા પૂરી કરવા માટે પ્રમુખસ્વામી મહારાજે ક્યારેય પોતાની સગવડનો વિચાર નથી કર્યો, અનેક પ્રકારનાં કષ્ટો વેઠીને પણ એમણે નાનામાં નાના માણસના મનોરથો પૂર્ણ કર્યા છે અને એટલે બધાના હૃદયમાં એ સ્થાન પામ્યા છે.

  • જેને તમે તમારા માનતા હો, એમની ઇચ્છા પૂરી કરવા માટે ક્યારેય તમારી સગવડનો વિચાર નહીં કરતા. અગવડ વેઠીને જે પોતાના હોય તે લોકોને રાજી કરવા. એમના રાજીપામાં તમારા કષ્ટનો થાક ઊતરી જશે.


Comments

Popular posts from this blog

2024 के पहले युवा तालीम केंद्र

સુરત અક્ષરધામ

હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય