સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

ભગવાન શ્રીરામનું ચિંતન કરે, તે શ્રીરામ જેવો થાય

 📜 Daily Prasang 📜


ભગવાન શ્રીરામનું ચિંતન કરે, તે શ્રીરામ જેવો થાય.



     એકનાથ મહારાજે ભાવ-રામાયણમાં લખ્યું છે કે 'રામ-રાવણનુ યુદ્ધ થતું હતું, ત્યારે કુંભકર્ણ સૂતેલો હતો. મદદ માટે જયારે રાવણે તેને જગાડ્યો, ત્યારે તેણે પૂછ્યું કે મને કેમ જગાડ્યો ?'

  •      રાવણ કહે છે, 'સીતા માટે યુદ્ધ થાય છે, એટલે તારી મદદ મળે એ માટે તને જગાડ્યો છે.'\

  •      કુંભકર્ણ કહે છે કે 'તું સીતાજીને કેમ લઇ આવ્યો ?'

  •      રાવણ કહે છે કે 'તે બહુ સુંદર છે, તેથી લઇ આવ્યો છું.

  •      કુંભકર્ણ કહે છે, 'તારી ઈચ્છા પૂરી થઇ ?'

  •      રાવણ કહે છે, 'તે પતિવ્રતા છે, મારી સામે નજર ઉંચી કરીને જોતી પણ નથી.'

  •      કુંભકર્ણ કહે છે, 'તું માયાવી રામનું રૂપ ધરી તેમની પાસે જા, તે છેતરાઈ જશે અને તને વશ થશે.'

  •       રાવણ કહે છે, 'મેં તે પ્રયત્ન કર્યો હતો, પણ રામમાં કાંઇ જાદુ હોય તેમ લાગે છે, હું રામનું સ્વ-રૂપ ધરવા જ્યાં તેમના સ્વરૂપનુ ચિંતન કરું છું, ત્યારે મારું મન બદલાઈ જાય છે. મારાં મન-બુદ્ધિ શુદ્ધ થાય છે. સીતા મને માતા સ્વરૂપે દેખાય છે.' (રાક્ષસોએ જે માયાવી સ્વરૂપ ધારણ કરવું હોય, તે સ્વરૂપનુ ચિંતન સહુ પ્રથમ કરવું પડે છે અને ત્યારે જ તે જે-તે સ્વરૂપ ધારણ કરી શકે છે.)
  •      રામજીના સ્મરણ-ચિંતન માત્રથી રાવણ નિષ્કામ થતો હતો.
  •      કુંભકર્ણ કહે છે, 'જેનું માત્ર ચિંતન કરવાથી કામનો નાશ થાય તે ઈશ્વર. રામ રાજા નથી પણ ઈશ્વર છે. ઈશ્વર સાથે વેર કરનાર તું મૂર્ખ છે, હું તને મદદ નહિ કરું, વિભીષણની જેમ હું પણ રામનો આશ્રય લઈશ.'
  •      ત્યારે રાવણે કહ્યું કે 'રામ સાથે મારી 'વિરોધ-ભક્તિ' છે. મેં વિચાર કર્યો કે એકલો હું રામની ભક્તિ કરું, તો મારા એકલાનું જ કલ્યાણ થશે, આ રાક્ષસો તામસી છે, તે કોઈ દિવસ રામજીનુ નામ લેવાના નથી, રામજી સાથે યુદ્ધ થશે તો તેઓને પણ રામજીના દર્શન થશે અને સર્વનો ઉદ્ધાર થશે, તેમને સદગતિ મળશે. આપણા વંશનુ કલ્યાણ કરવા મેં રામ સાથે વેર કર્યું છે.'


~પૂ૦ ડોંગરેજી મહારાજ


Comments

Popular posts from this blog

2024 के पहले युवा तालीम केंद्र

સુરત અક્ષરધામ

હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય