સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

અનાદિ મહામુક્ત જાગાભક્ત (જાગાસ્વામી)

 📜 Daily Prasang 📜


અનાદિ મહામુક્ત જાગાભક્ત (જાગાસ્વામી)
તો આજે જોઈએ એમનો જ એક મહિમા જણાવતો પ્રસંગ...........





  • મુક્તરાજ જાગા ભક્ત એ રાઠોડ મોચી કુળ ના હતા અને અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ના પટ્ટ શિષ્યો માં થી એક હતા. સતત ૧૪-૧૪ વર્ષ સુધી સ્વામી ને એમણે સેવ્યા હતા અને ગુણાતીત જ્ઞાન ના ઘૂંટ પી ને એક સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી હતી. મન માં એક જ એષણા હતી- ગુણાતીતાનંદ સ્વામી એટલે મૂળ અક્ષર અને સહજાનંદ સ્વામી એટલે પૂર્ણ પુરુષોત્તમ. અને આ જ્ઞાન ના પ્રવર્તન માટે એમણે જીવન હોમી દીધું. આચાર્ય વિહારીલાલજી મહારાજ એક વિધવાન આચાર્ય હતા અને ગુણાતીતાનંદ સ્વામી ના હસ્તે વર્તમાન ધારણ કર્યા હતા અને એમણે પણ ભાવ હતો કે - ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષર છે પણ – કોઠારી ગોવર્ધનભાઈ અને કોઠારી ભીમજી ભગવાન (ગઢડા) ના પ્રભાવ થી - આ સત્ય ને સમર્થન કરતા ડરતા હતા. એક વાર કોઈએ કહ્યું કે - આચાર્ય વિહારીલાલજી મહારાજ ને કોઈ સંતાન નથી અને સંતાન માટે ખુબ જ દવા-દારુ કરી રહ્યા છે આથી સ્વામી જાગા ભક્તે કોઈ ભક્ત સાથે આચાર્ય મહારાજ ને સંદેશો મોકલાવ્યો કે -જો- આચાર્ય વિહારીલાલજી મહારાજ - પોતાના હાથે અક્ષર પુરુષોત્તમ ની મૂર્તિઓ જોટે બેસાડે તો મહાપુરુષ જેવા બે દીકરા આપવા. આચાર્ય મહારાજ – જાગા ભક્ત ને સમર્થ પુરુષ જાણતા હતા અને એમના મહિમા ની પણ ખબર હતી પણ એમણે એનો કોઈ પ્રત્યુત્તર હકાર માં ન આપ્યો અને કહેવડાવ્યું કે જ્યાં સુધી વડતાલ ના અને ગઢડા ના કોઠારી છે ત્યાં સુધી આ કાર્ય મારા થી થાય એમ નથી!!

  • જાગા ભક્ત એકદમ ઉદાસ થઇ ગયા અને સુનમુન થઇ ગયા. અચાનક - પોતાની નિકટ બેસેલા યજ્ઞપુરુષ દાસ સામે જોઈ બોલ્યા. ”એ કાર્ય તું ન કરે?” શાસ્ત્રીજી મહારાજ તો સ્થિર થઇ ગયા. એ બોલ્યા આટલા મોટા કાર્ય માં અમારા જેવા નાના સાધુ ની શું વિસાત? અમારે તો બે પૈસા નું પોસ્ટકાર્ડ કોઠારી જોડે થી લેવું હોય તો રીતસર નું કોઠારી ને કરગરવું પડે ત્યારે તો એ પત્તું મળે અને આ તો સ્વામી -શ્રીજી ની મૂર્તિઓ બેસાડવા ની મહા-વાત!!

  • જાગા સ્વામી દિવ્યતા માં આવી ગયા. બોલ્યા ”મને વિશ્વાસ છે કે એ તું જ કરી શકે, સ્વયમ સ્વામી અને શ્રીજી મહારાજ તારી મદદ કરશે, તું આ કરે તો - તારા બધા સંકલ્પ મારે પુરા કરવા, તું સંકલ્પ ન કરે તો તારી ખોટ અને એ સંકલ્પ અમે પુરા ન કરીએ તો અમારી ખોટ"

  • અને એ દિવસ - અને આજ નો દિવસ. બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત ના ગુણાતીત જ્ઞાને નિષ્ઠ થયેલા અને મુક્તરાજ જાગા સ્વામી ના સંકલ્પ થી પૂર્ણ થયેલા શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસ -પછી ક્યારેય પાછા વળ્યા નથી. અને એમણે જે કાર્યો ઉપાડ્યા એનો ઈતિહાસ સાક્ષી છે. વડતાલ છોડ્યા ના વરસ માં તો - બોચાસણ માં અક્ષર પુરુષોત્તમ મહારાજ મધ્ય મંદિર માં બેસી ગયા. અને એપછી તો બીજા ચાર શિખરબદ્ધ મંદિરો માં સ્વયમ શાસ્ત્રીજી મહારાજ - અક્ષર પુરુષોત્તમ મહારાજ ને બેસાડ્યા અને બ્રહ્માંડ માં – આ સર્વોપરી સિધ્ધાંત ગુંજી ઉઠ્યો!! આજે  ૧૧૦૦ થી વધુ વિધવાન સાધુઓ, ૧૧૦૦ થી વધુ મંદિરો અને ૩૦ થી વધુ દેશોમાં- સતસંગ ના ઝંડા ફરકે છે એની પાછળ - આ સત્પુરુષો ના સંકલ્પો, ભીડાઓ અને અપ્રતિમ સાહસ રહેલા છે. "શ્રીજી મહારાજ ની મરજી થી જ આ બધું થાય છે અને થતું રહેશે. બસ- આ મરજી ને આપણે ઓળખવા ની છે, જાણવા ની છે અને જીવવા ની છે".


Comments

Popular posts from this blog

2024 के पहले युवा तालीम केंद्र

સુરત અક્ષરધામ

હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય