Posts

Showing posts from December, 2023

સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

સન ૧૯૨૧ અવિનાશીનું અવતરણ

Image
 સન ૧૯૨૧ અવિનાશીનું અવતરણ આવા પુણ્યવંતા પરિવારમાં સૃષ્ટિના ભાગ્યસૂર્યનો ઉદય થવાની મંગલ ઘડીઓ ગણાવા લાગી. વર્ષ હતું – સંવત ૧૯૭૮નું, સન ૧૯૨૧નું. “ઃ ઃઃ – “મહિનાઓમાં માગશર મહિનો હું છું' કહીને ભગવાને જેને પોતાનો વિભૂતિસ્વરૂપ ગણ્યો છે, એ જ માગશર માસમાં ભગવાનની મનુષ્યાકાર વિભૂતિએ પણ અવતાર ધારણ કરવાનું પસંદ કર્યું. સાત દિવસનું સપ્તાહ તેના ચક્રના મધ્ય ભાગ સમા બુધવાર સુધી પહોંચેલું. પંદર દિવસનું અજવાળિયું પખવાડિયું તેના ચક્રના મધ્ય ભાગ સમી સુદ આઠમ સુધી પહોંચેલું. શિયાળાની સવારના સુકુમાર તડકાની ભગવી આભાથી નભોમંડળ અને ભૂમંડળ રંગાયેલું ત્યારે આશરે આઠ-નવ વાગ્યાના સુમારે ચાણસદ ગામના આ પવિત્ર પરિવારમાં પનોતા પુત્રનો પ્રાદુર્ભાવ થયો.” ઘરનાં અને ગામનાં મનુષ્યો માટે આ ઘડી હતી પુત્રજન્મની; પરંતુ સરકતો સમય પુરવાર કરવાનો હતો કે એ ઘડી હતી અવિનાશીના અવતરણની, સૃષ્ટિના સૌભાગ્યની, માનવમાત્રના માંગલ્યની. સૂર્યોદય કદી સાધારણ નથી હોતો. સૂર્ય ક્ષિતિજે આવતાં જ અંધારાં આથમે છે, ઉજાશ ફેલાય છે, સુસ્તી વિરમે છે, સ્ફૂર્તિ પ્રગટે છે, પુષ્પો ખીલે છે, કલરવ ગુંજે છે, નીર ચમકી ઊઠે છે. સૂર્યોદયની જેમ આ પુત્રનું પ્રાગટ્ય પણ ...

શ્રી ગોપાળાનંદ સ્વામી

Image
 📜 Daily Prasang 📜 શ્રી ગોપાળાનંદ સ્વામી સાબરકાંઠા જિલ્લાના ટોડલા ગામે સંવત્‌ ૧૮૩૭, સને ૧૭૮૧માં બ્રાહ્મણ કુળમાં ખુશાલ ભક્ત તરીકે જન્મ લેનાર સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી બાળપણથી જ ચમત્કારિક વ્યક્તિત્વ ધરાવતા હતા. યુવાવસ્થામાં અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને ૨૭ વર્ષની ઉંમરે શ્રીહરિના હસ્તે દીક્ષા લીધી. ઉપનિષદ આદિક વૈદિક સાહિત્યના પ્રખર વિદ્વાન ગોપાળાનંદ સ્વામીએ અનેક ગ્રંથો પણ રચ્યા છે. શ્રીહરિએ મોટેરા સ્થાપીને તેમને સત્સંગનું સુકાન સોંપ્યું હતું. શ્રીહરિની સર્વોપરી ઉપાસનાના ઉપાસક ગોપાળાનંદ સ્વામીની વાતોમાંથી આચમન... દીવ ગામનો એક વાણિયો સંઘ કાઢીને દ્વારિકાની યાત્રા કરવા જાતો હતો. તેને લોજમાં શ્રીરામાનંદ સ્વામી મળ્યા. તેમણે કાંઈક ચમત્કાર દેખાડ્યો, તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય થયો. પછી ઘણેક દિવસે શ્રીજીમહારાજને દર્શને તે વાણિયો આવ્યો. તેને શ્રીજીમહારાજે કહ્યું : 'તમારે કાંઈ સંશય હોય તો આ નાના બાળક સમાધિવાળા છે તેને પ્રશ્ન પૂછો.' ત્યારે તેણે જે જે પ્રશ્નો પૂછ્યા તેના ઉત્તર તે બાળકે કર્યા. તેમાં તે દ્વારાએ રામાનંદ સ્વામીના જેવો શ્રીજીમહારાજે ચમત્કાર જણાવ્યો. ત્યારે એ ભક્તે શ્રીજીમહારાજ પ્રત્યે...

ખેડૂતની ઝૂપડીમાં યોગીબાપા

Image
 એક વખત યોગીબાપા ભુજ પ્રદેશમાં વિચરણમાં હતા.બપોરનો સમય હતો તેથી સર્વે પાછા ફરતા ઉતાવળે ચાલવા લાગ્યા.રસ્તામાં એક ગરીબ ખેડૂત સામે મળ્યો.ટૂંકી ધોતી,માથે ફાટેલ ચીંથરેહાલ ફાળિયું અને ખુલ્લું શરીર. યોગીબાપાને પગે લાગી એણે ભક્તિભાવપૂર્વક કહ્યું : બાપજી,મારી ઝૂંપડી પાવન કરો..      યોગીબાપાએ કહ્યું : હાલો,પધરામણીએ જઈએ..      તડકો બરાબર માથે ચડ્યો હતો.બધા હરિભક્તોની ધીરજ ખૂટી ગઈ હતી.ચાલવાની શ્રદ્ધા રહી ન હતી.પરંતુ યોગીબાપાએ પહેલા ખેડૂતને કહ્યું : તમે જાઓ,અમે આવીએ છીએ..          યોગીબાપા ઝૂંપડીએ ગયા.પેલા ખેડૂતે એક ફાટેલી ગોદડી પાથરી.યોગીબાપા એના ઉપર બિરાજ્યા.અને એમણે પેલા ખેડુતને વર્તમાન ધરાવ્યા ને આશીર્વાદ આપ્યા.પૂજાની મૂર્તિઓ આપી. માળા આપી અને પોતે ફેરવી બતાવી.પછી કહ્યું : દરરોજ સ્વામિનારાયણ ભગવાનની પાંચ માળા ફેરવજો..       ગરીબ ખેડૂત બે હાથ જોડીને ઉભો રહ્યો.યોગીબાપાની આજ્ઞા એણે નમ્રતાપૂર્વક સ્વીકારીને સાષ્ટાંગ પ્રણામ કર્યા..        થોડીવાર રહી યોગીબાપાએ ખેડૂતને કહ્યું : રજા આપો તો જઈએ.ખેડૂતની આંખમાં પ...

પુણ્યવંતો પરિવાર

Image
 પુણ્યવંતો પરિવાર ગુણાતીત ગુરુઓની પાવન પદરજથી ધન્ય થતા રહેલા આ ગામને જાણે ગુણાતીત સત્પુરુષનો નેડો લાગી ગયો હોય તેમ તેઓનું જ સાંનિધ્ય સેવવાની અદમ્ય ઝંખના હશે. ભગવાનને પણ ગામનો આ મનોરથ પૂરો કરવાનો ઈરાદો હોય તેવા જ પ્રકારની ઘટનાઓ ગામમાં આકાર લેવા લાગી. તેના પ્રથમ સોપાનરૂપે લેઉઆ પાટીદાર જ્ઞાતિમાં મોતીભાઈનો જન્મ થયો. પ્રભુદાસ પટેલના ત્રણ સુપુત્રોમાંથી એક તેઓ. અક્ષર-પુરુષોત્તમ ઉપાસનાના પ્રખર પ્રવર્તક શાસ્ત્રીજી મહારાજના યોગે મોતીભાઈને સત્સંગનો રંગ લાગ્યો. સવાર-સાંજ મંદિરમાં દર્શને જવું, કથા- કીર્તનમાં લયલીન થઈ જવું, શ્રીજીની આજ્ઞા અનુસાર જીવન જીવવું એ તેઓને અંગભૂત ગુણો હતા. જ્યારે ગામમાં શાસ્ત્રીજી મહારાજ કે સંતો પધારે ત્યારે તો કાયાની સાથે છાયાની જેમ મોતીભાઈ તેઓની સેવામાં જ પરોવાયેલા રહેતા. તેઓની નિર્દોષ સેવા-ભક્તિથી શાસ્ત્રીજી મહારાજ પણ તેઓ પર ઘણા પ્રસન્ન થતા. बोडोडित छे डे 'दुर्लभा सदृशी भार्या।' - સમાન સ્વભાવવાળી અર્ધાંગિની મળવી દુર્લભ છે, પરંતુ ભગવદ્ભક્તિપરાયણ આ ભક્તરાજના જીવનમાં આ દુર્લભ વાત સાકાર બનેલી. વડોદરા જિલ્લાના મેનપુરા ગામમાં જન્મેલાં દિવાળીબા સાથે મોતીભાઈના ગૃહસ્થાશ્ર...

ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને જુનાગઢ મંદિરના મહંતની સેવા આપી

Image
 📜 Daily Prasang 📜 ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને જુનાગઢ મંદિરના મહંતની સેવા આપી હતી.સ્વામીશ્રી જ્યારે જુનાગઢ વિરાજતા ત્યારે દેશાંતરના હરિભક્તોં સ્વામીશ્રીના દર્શને આવતા. એક વખત આખા ગામના ઉનેવાળ બ્રાહ્મણ મુળજી ક્ષોત્રીય સ્વામીશ્રીના દર્શને આવ્યા. સ્વામીશ્રી સભામાં વિરાજતા હતા,તેમને દંડવત કરી તે સભામાં બેઠાં. થોડીવારે સ્વામીશ્રીએ તેમને બોલાવ્યા ને કહ્યું, " કેમ સુખી છો ને? કંઇ પૂછવું છે? "      પોતાના અંતરની વાત સ્વાશ્રીએ જાણી લીધી, તેથી તેને આનંદ થયો. પછી તેણે હાથ જોડીને પૂછ્યું, " સ્વામી!  ઓણ સાલ મારા પુત્ર વાલજીના લગ્ન થાય તેમ છે, તો કરું કે નહીં? "    આ સાંભળી સ્વામીશ્રી થોડીવાર આંખો મીંચી ગ્યા. પછી નેત્ર ખોલીને તેના તરફ દ્રષ્ટિ કરીને કહ્યું :"મુળજી!  ઓણ સાલ તારાં વાલજીને પરણાવીશ મા.ગમે તેમ કરી આ વરસ જાવા દે. "    મુળજીને તો તેના પુત્રને પરણાવવાનો આગ્રહ ન હતો. તેમાં વળી સ્વામીશ્રીએ ઓણ લગ્ન કરવાની ના કહી, તેથી તેનો સંકલ્પ બંધ જ થઈ ગયો. પરંતુ તેના વેવાઇને ખર્ચ ઉગારવા બે દીકરી સાથે પરણાવવાનો આગ્રહ હતો. મુળજીને થયું કે વેવાઇને...

અવિનાશીનું અવતરણ

Image
  અવિનાશીનું અવતરણ ભાગ્યવંતી ભૂમિ પૃથ્વીના ગોળાર્ધની રીતે જુઓ તો ૨૨.૨૩૭૪ ઉત્તર અક્ષાંશ અને ૭૩.૦૯૦૬ પૂર્વ રેખાંશ પર વસેલું ચાણસદ ગામ એટલે વડોદરાની કાંધનો ક્યારો. વડોદરાથી નૈઋત્ય દિશામાં આશરે બાર કિલોમીટરની મજલ કાપો એટલે ચાણસદનું પાદર આવે. ગામડાંની ભાતીગળ વિશેષતાઓ એ પાદરમાં પગ મૂકતાં જ આગંતુકને અનુભવાય. શાંત-સુરમ્ય વાતાવરણ. અપ્રદૂષિત હવાની લહેરખીઓ. નીલવર્ણા જળ સંઘરીને હિલોળતું તળાવ. ગામડાંઓની ધૂળમાંથી ઊઠતી વિશિષ્ટ સોડમ. ભોળા ગ્રામીણ જનોની રઘવાટમુક્ત ચહલ-પહલ. નીચાં નળિયેલ ખોરડાં. તેની વચ્ચે વટ વેરતાં ધાબાબંધ પાકાં મકાનો. ઘણી વાર ઘરના ઉંબરે જ ધોવાતાં વસ્ત્ર- વાસણોને કારણે ગલીએ ગલીએ પાતાળ-ઝરણાંની જેમ ફૂટી નીકળેલાં પાણીના રેલાઓ. પાતળીયે નહીં ને પહોળીયે નહીં એવી શેરીઓ; ક્યાંક પાકી તો ક્યાંક કાચી. મધુર ઘંટારવથી ગામના ગગનને ભરતાં રહેતાં બે-ચાર દેવાલયો. બે હાથના ટેકે ગોઠણ બાંધીને કે ઊભડક પગે બેઠેલા ગ્રામજનોની અલકમલક વાતોથી ઊભરાતો પંચાયતનો ચોરો. હરોળબંધ ઓરડા કાઢીને બાંધેલી નિશાળ. ગ્રામજનોની તૃષા સંતોષતું વારિગૃહ. આવા આ ગામની શેરી-શેરી પગ તળે કરી નાંખતાં માંડ કલાક – દોઢ કલાક થાય તો થાય. મહી અન...

📜 Daily Prasang 📜

 📜 Daily Prasang 📜       એકવાર શ્રી ગોપાળાનંદ સ્વામી ભાલના ગામ ભોળાદમાં પધાર્યા હતા. તે ગામમાં એક પટેલના ઘરે એક પવિત્ર બ્રાહ્મણ કથા વાંચતા હતા. ત્યારે એ પટેલે તેમને કહ્યું કે, ગોર મહારાજ, જો તમારે કથા કરવી હોય તો આ સ્વામિનારાયણની નવા પંથની કંઠી તોડી નાખો.     ત્યારે બ્રાહ્મણ કહે કે, મુખીબાપા, આ મારા ઇષ્ટદેવની કંઠી તો મારા માથા સાટે છે. ત્યારે એ પટેલ કહે તો અમારે તમારી પાસે કથા કરાવવી નથી. એમ કહીને એ ગોરમહારાજને તુંરત જ રજા દીધી.         પછી તે વાત કોઈક હરિભક્તે શ્રી ગોપાળાનંદ સ્વામીને આવીને કહી. તે વખતે ગામનો એ પટેલ પણ સ્વામી સન્મુખ સહુ સાથે ત્યાંજ બેઠો હતો.       પછી સ્વામીએ કહ્યું, 'પટેલ, કથા કરનાર વ્યાસજીનું સ્વરુપ કહેવાય! તમે વ્યાસજીનું અપમાન કેમ કર્યું ? તમે કથાકાર બ્રાહ્મણનું અપમાન નથી કર્યું પણ વ્યાસજીનું અપમાન કર્યું છે ! માટે તમને એક જમ તેડવા આવશે.               ત્યારે પટેલ ઉદ્ધતાઇથી કહે કે, એક જમને તો હું મારી નાખીશ.     ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, તો બે જમ આવશ...

📜 Daily Prasang 📜

 📜 Daily Prasang 📜 એકવખત ગુરુ ગુણાતિતાનંદ સ્વામી  ડોઢસો-બસો સંતો-હરિભક્તોના સંઘ સાથે વડતાલ જાવા નીસર્યા.         બપોર ટાણુ ચાલતા રસ્તામાં બીલખા ગામ આવ્યું. ગામની ભાગોળે ઘેઘૂર વડલાઓનો છાંયો અને મહાદેવજી નુ મંદિર હતું તે સૌએ બપોરા ગામની ભાગોળે આ મંદિરે કરવા નક્કી કર્યું.                  સ્વામી કહે કે, શ્રીજીમહારાજની આજ્ઞા છે કે કોઇની ધણિયાતી જગ્યામાં એના માલિકને પુછયા વગર ઉતારો ન કરવો એટલા સારુ સૌને ઉભા રાખ્યા ને જગ્યાના મહંત બાવાજી ને ઉતારા સારુ પુછવા સ્વામી ને બોટાદના શીવલાલ શેઠ ગયા.               આટલા બધા માણસોના સંઘના આવતા ભાળીને એ મંદિરના મહંત બાવાજીને મનમાં થયું કે હુ એકલો આટલા બધાની સરભરા કેમ કરીશ એમ વિચારીને બીક નો માર્યો ઘરમા સંતાઇ ગયો. સ્વામીએ બે ચાર સાદ કર્યા ત્યારે તો ઘરમાંથી બહાર ઓસરીમાં આવ્યો. સ્વામી કહે અમારે આહી બપોરના ઠાકોરજીને થાળ કરવા તમારા આ મંદિરની જગ્યામાં રોકાવુ છે તો તમારી રજા લેવા આવ્યા છીએ. મહંત બાવાજી કહે કે, મંદિરમાં જમવા સારુ સીધાની તાણ્ય ...

🌹યોગી યુવક ઉપવાસ કૉલેજ 🌹

Image
🌹યોગી યુવક ઉપવાસ કૉલેજ 🌹 એકવાર યોગીજી મહારાજ ઉતારામાં બપોરના સમયે બેઠા હતા. ઘણું કરીને હમેશા એમની આસપાસ સત્સંગી યુવાનો વિંટળાયેલા જ હોય. તે વખતે સ્વામીશ્રીએ પાંચ-સાંત યુવકોને બીજે દિવસે ઉપવાસ કરવા આજ્ઞા આપી હતી. તેટલામાં એ યુવકો તેમના દર્શને આવી ચડ્યા. તુરત સ્વામીશ્રીએ એક યુવકને કહ્યું, 'કાલે ઉપવાસ કરશો ને ❓' 'હા બાપા.' 'નિર્જળા કરવાનો હોં ❗ લ્યો થાપો.' એમ કહી પીઠ થાબડી. પછી હસતાં હસતાં બોલ્યા, 'આ તો ઉપવાસની કૉલેજ છે. અહીં જે આવે એને ઉપવાસ મળે જ.' એક યુવકે ઉત્સાહમાં આવી જઈ સૂચન કર્યું, 'યોગી ઉપવાસ કૉલેજ.' 'ના, યોગી યુવક ઉપવાસ કૉલેજ.' યોગીબાપાએ જાતે સુધારો કરી નામ વધાવી લીધું. પોતાના વહાલા યુવકોને પ્રવૃત્તિમાં જોડ્યા વગર એમને હેત કેમ થાય ❓ અને હેત વગર એમનું વચન પણ કેમ મનાય ❓ નાના બાળકો, કિશોરો, યુવાનો કે જે દિવસમાં ચાર-પાંચ વખત જમતા હોય, જે એક ટંક પણ ભૂખ્યા ન રહી શકે, તેઓ યોગીબાપાના વચને પ્રેમથી-સામેથી માગીને નિર્જળા ઉપવાસ કરે -તે શું આશ્ચર્ય ન કહેવાય ❗ 🙏🏻 જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻

📜 Daily Prasang 📜

  📜 Daily Prasang 📜 સદગુરૂ ગોવિંદાનંદ સ્વામી   અગાઉ આપણે લતીપર ગામના લાલજીભાઈ સુથાર કે જેઓ સદગુરૂ નિષ્કુળાનંદ સ્વામી તરીકે ઓળખાયા હતા,તેઓના પિતાજી જામનગરના  શેખપાટ ગામે આવીને રહેલા તે  લાલજીભાઈ અને એમનાં ધમઁપત્ની કંકુબેનને બે દિકરા હતા.એમાં એક મહાન નંદ સંત અવતરણ પામેલા એની વાત આજે કરવી છે.એ ગામની ધૂળ કેટલી પાવનકારી હશે કે જ્યાં આવા સંતોને જન્મ લેવાનું નક્કી થયું હશે! કંકુબેનના પુત્ર માધવજી નાનપણથી સત્સંગ પરાયણ જીવાત્મા હતા.એમના પિતાજી અને એમના બાપદાદા આત્માનંદ સ્વામી વખતથી સત્સંગ કરતા અને ધમૅયુક્ત જીવન જીવી,સાદગીથી નીતિ નિયમ પાળતા હતા.તેઓના શિષ્ય રામાનંદ સ્વામીની પ્રસન્નતા અને આશીર્વાદ થકી સૌ સુખી હતા.એમના પિતાજી જે નિષ્કુળાનંદ સ્વામી એકતાળીસ વરસના ગૃહસ્થ જીવન જીવીને સાધુ બનેલા એની ચટકી માધવજીને લાગેલી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં ગઢડા અંત્યના પ્રકરણમાં પ્રકરણ-૨૬માં એમના સ્વમુખે નિષ્કુળાનંદ સ્વામી વિશે વાત કરી છે ને તેઓને સ્ત્રી,ધનાદિક પદાથૅનો જોગ થાય તો પણ ડગે નહીં એવા વૈરાગ્યવાન ગણાવ્યા છે.આ નિષ્કુળાનંદ સ્વામીના દશૅન કરવા માટે  એકવાર સંવત ૧૮૭૪ની સાલમ...

📜 Daily Prasang 📜

 📜 Daily Prasang 📜 ગુરુદેવ રામાનંદ સ્વામીની ગાદી ઉપર ભગવાન શ્રી શ્રીહરિ બિરાજ્યા પછી તેમણે ધર્મ-સંસ્કારનું સીંચન કરવા વિચરણ કરતા અવાર-નવાર કચ્છ દેશની પાવન ભૂમિમાં પધારતા અને અનેક મુકતભક્તોને તેમજ પુર્વના મુમુક્ષુંઓને સુખ આપવા અનેક લીલાઓ પણ કરતા. શ્રીજીમહારાજ જ્યારે ભૂજ પધારતા, ત્યારે રોજ રોજ જુદા જુદા હરિભક્તોના ઘરે થાળ જમવા પધારતા. ભૂજનગરમાં તો તેમનો ઉતારો સુંદરજીભાઇ તથા હિરજીભાઈ સુથારની મેડીએ કાયમ રહેતો.  એક સમયે શ્રીજીમહારાજ ભૂજ નગરમાં પધારેલા. એ વાતની ખબર ગામના મુમુક્ષું એવા રામાનંદી સંપ્રદાયના સૈજીબાઈને પડતાં જ શ્રીહરિનાં દર્શન કરવા આવ્યા. ત્યારે તેમની આંખો એકાએક પહોળી થઇ ગઇ, કારણ કે તેને શ્રીજી મહારાજની મૂર્તિમાં પોતાના ઉપાસ્ય ઇષ્ટદેવ ધનુર્ધારી શ્રી રઘુનાથજીનાં દિવ્ય દર્શન થયા. એ દિવસે તો સૈજીબાઇને મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થઈ વિચરતા પુરુષોત્તમનારાયણ શ્રીહરિમાં પૂર્ણ નિશ્ચય ન જણાયો, પરંતું તેઓ જ્યારે જ્યારે ગામના મંદિરે શ્રીરઘુનાથજીનાં દર્શને જતા, ત્યારે તેમને શ્રીરઘુનાથજીની મૂર્તિમાં દર્શન કરેલ એવા પ્રગટ શ્રીહરિની મૂર્તિ દેખાતી.  થોડા દિવસે ફરી શ્રીહરિનાં દર્શને આવ્...

🌹યોગીબાપા ક્યાં❓🌹

 🌹યોગીબાપા ક્યાં❓🌹   નાનાં બાળકો પ્રત્યે પ્રેમ બતાવવાની યોગીજી મહારાજની રીત અનોખી હતી, દુનિયાદારીથી વિલક્ષણ હતી. આપણે બાળકોને રમાડીએ ત્યારે આપણું ભાન ભૂલી જઈએ છીએ. એનાં કોમળ અને રૂપાળા દેહ ઉપર વારી જઈએ છીએ. આપણો પ્રેમ પાર્થિવ છે. યોગીબાપાએ કદી બાળકોને ખોળામાં લીધાં નથી કે નથી એનાં દેહ સામું જોયું. છતાં એમની નિર્મળ આંખોના એક વિશિષ્ટ ઈશારાથી, એમના કોમળ સ્પર્શથી આ બાળકોમાં ચેતનાનો સંચાર થયો છે અને બાપા અનેક બાળહૃદયમાં બિરાજી ગયા છે. મા-બાપની છાયામાં રહેતું બાળક, મા-બાપને સંભારે એ ચેષ્ટા સાહજિક છે. જ્યારે યોગીબાપાનાં તો દર્શન બાળકોને ક્યારેક જ સાંપડે. પણ 'યોગીબાપા' બોલતાં એમની જીભ સુકાય નહિ એ આશ્ચર્ય હજારો માતા-પિતાએ અનુભવ્યું છે. યોગીબાપાની છબી જુએ ને એકદમ પા પા પગલી માંડતા, એક આંગળી મોઢામાં ને એક આંગળી છબી સામે દેખાડતા બાળકનાં મોઢામાંથી શબ્દો સરી પડતા... 'બા...પા...બાપા ❗' એ બાળહૃદયમાં પૂરાઈ ગયેલા બાપા જ આ બોલી રહ્યા હતા. એમાં કોઈ ચમત્કાર ન હતો. અંતરના સાક્ષીનો એ પોકાર હતો સને ૧૯૬૮માં કોલકત્તા સને ૧૯૬૮માં યોગીજી મહારાજ કોલકત્તા પધાર્યા હતા ત્યારે એમનું સ્વાસ્થ્ય બહુ સાર...

📜 Daily Prasang 📜

 📜 Daily Prasang 📜 ઉત્તર ગુજરાતના કરજીસણ ગામના નાનાભાઈ અને ગોવિંદભાઈ શ્રીજીમહારાજના સમર્પિત હરિભક્ત. એક વખત શ્રીહરિ કરજીસણમાં નાનાભાઈની વાડીમાં ઊતર્યા. અહીં ઊભો મોલ જોઈ શ્રીજીમહારાજે પૂછ્યું: 'હજુ મોલ લણ્યો નથી?' નાના ભાઈ તરફથી જવાબ મળ્યોઃ 'મહારાજ! ગોવિંદભાઈ સત્સંગમાં સેવામાં ફરે છે એટલે નવરા થતા નથી. હવે પછી લઈ લઈશું.' જવાબ સાંભળતાં જ શ્રીજીમહારાજે મનોમન કંઈક નક્કી કરી લીધું. બીજે દિવસે બપોરે નાનાભાઈ બ્રાહ્મણો પાસે રસોઈ કરાવીને વાડીએ પાછા આવ્યા અને જોયું તો મોલ લણાઈ ગયો હતો! શ્રીજીમહારાજ હજુ મોલ લણીને ઊભા જ થયા હતા. શ્રીજીમહારાજનાં ચરણે પડતાં ગોવિંદભાઈ અને નાનાભાઈ બોલી ઊઠ્યાઃ 'અરે, મહારાજ! આપે આ શું કર્યું?' મહારાજે હસતાં હસતાં કહ્યું: 'ભક્તની સેવા. તમે અમારી સેવા કરવામાંથી નવરા પડતા નથી એટલે અમારે તમારી સેવા કરવી જોઈએ ને?!'

📜 Daily Prasang 📜

 📜 Daily Prasang 📜 ભરૂચમાં શેઠ દયાળજીભાઇ અને નારાયણજીભાઇ નામે બેઉ ભાઇઓ પુર્વજન્મના મુમુક્ષુ હતા. તેઓ પોતાના ઘરે પવિત્ર બ્રાહ્મણ રાખીને પદ્મપુરાણની કથા વંચાવતા હતા. એમા કથામાં આવ્યુ જે 'જો ભગવાન અવતાર ધારણ કરીને આ પૃથ્વી ઉપર વિચરતા હોય તો એને ચરણમાં સોળ ચિહ્ન હોય.' આમ, વાત જાણીને તેઓ ભગવાનના દર્શન થાય એ સંકલ્પ કરતા હતા.  એકદિવસે ભરૂચમાં એમણે કોઇ હરિભકત પાસે સાંભળ્યું જે હાલ શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ રુપે વિચરે છે અને તેઓ હાલ વડતાલમાં બિરાજે છે. આ વાત સાંભળતા તેઓ મનમાં વિચાર કર્યો જે આપણે એ પ્રગટ ભગવાનના દરશન કરવા જઇએ.  શેઠ દયાળજી અને બીજા ચાર વાણીયાઓ શ્રીહરિના દર્શન કરવા ને પોતાની વાત ને ચોકકસ કરવા સારું ચારેય વડતાલ આવ્યા. એ વખતે વડતાલમાં કોંઇ મોટો સમૈયાનો ઉત્સવ થઇ રહ્યો હતો એટલે હજારો હરિભકતો શ્રીહરિના દર્શન કરવા પધાર્યા હતા. એ ભીડને જાણીને આ ચારેય વાણીયાઓ થોડાક આઘેરા ઉભા હતા.  શ્રીહરિ અંતર્યામીપણે એ વાણીયાઓના સંકલ્પને જાણીને એમને ચારેયને નજીક બોલાવવા સાન કરી, ચારેય ને સભામાં હરિભકતોએ ચાલવા જગ્યા કરી દીધી. દયાળજીભાઇ વગેરે ચારેય નજીક આવ્યા અને પ્રણામ કરીને બેઠા ...

⛎#યોગીજી_મહારાજની_બોધકથા - ૧૬૭

 ⛎#યોગીજી_મહારાજની_બોધકથા - ૧૬૭ 🔴#દેવીનો_દીધેલ_દીકરો વડાદરા બ્રાહ્મણો એક ગામમાં આવ્યા. એક ઘેર ગયા. ઘર-ધણી પટેલ પાકા સત્સંગી હતા પણ બહાર ગયા હતા. ઘેર બાઈ એકલાં હતાં. તેમને દીકરો નહિ. બ્રાહ્મણોએ માતાની માનતા આપી. પછી તો તેમને દીકરો થયો. બ્રાહ્મણો તેમને ઘેર આવ્યા. તે વખતે પટેલ ઘેર હતા. તેમણે બ્રાહ્મણોને જોઈ ઘરવાળાને પૂછ્યું : “આ બ્રાહ્મણો કેમ આવ્યા છે?” તેમણે કહ્યું : “તેમણે માતાની માનતા આપેલી તેથી આ દીકરો થયો છે એટલે તેઓ દક્ષિણા લેવા આવ્યા છે.” પટેલ તો ખરેખરા સત્સંગી. તેણે બ્રાહ્મણોને કહ્યું : “તારી માતાનો દીકરો મારે ન જોઈએ, પાછી લઈ જા.” એમ કહી દીકરાને બ્રાહ્મણના ખોળામાં મૂકી દીધો. બ્રાહ્મણો તો ગભરાઈને દીકરાને મૂકી ભાગી જ ગયા. મહારાજ સિવાય કોઈનો ભાર ન રહે તે સાચી ઉપાસના. કૃપાનંદ સ્વામી જ્યાં ફર્યા ત્યાં દોરો, ડાકલું કે ધાગો ન મળે.

🌹તપ કરાવે અને હેતે જમાડે🌹

    🌹તપ કરાવે અને હેતે જમાડે🌹 ગોંડલના અક્ષરમંદિરનાં ખૂણામાં ખાડો ખોદવાનો હતો. આ માટે યોગીજી મહારાજે આજ્ઞા કરી કે યુવકો અને હરિભક્તો આ સેવા કરે. નડિયાદના હરિભક્ત કૃષ્ણાભાઈની દેખરેખ નીચે આ શ્રમયજ્ઞ ચાલ્યો. સ્વામીશ્રી સભામાં બિરાજતા હોય અને કોઈ જુવાનિયા કે ગામડાના ખેડૂત વર્ગના ભક્તો દર્શને આવે એટલે તુરત સ્વામીશ્રી એમને શ્રમયજ્ઞમાં મોકલે. સ્વામીશ્રીની આજ્ઞાથી સેવા તો સૌ કરે પણ સ્મૃતિએ સહિત સેવા થાય એ જુદી. ભગવાન અને પ્રગટ સંતને સંભારીને સેવા કરવાથી અંતરમાં શાંતિ થાય. એટલે સ્વામીશ્રી પણ સૌને ભક્તિનું અનુસંધાન રહે તેથી રોજ નિયમિત દર્શન દેવા પધારે. ક્યાં સુધી કામ ચાલ્યું ❓ સૌ બરોબર સેવા કરે છે કે નહિ ❓ વગેરે ખબર અંતર પૂછે. પોતે ત્યાં પંદરથી વીસ મિનિટ સુધી બિરાજે. બધાંને સેવા કરતાં જોઈને રાજી થાય. વળી, તાળી પાડતાં, હાથના લટકા કરતાં સૌને જલ્દીથી કામ કરવાનો ઈશારો કરે. સ્વામીશ્રીને જોઈને સૌ એવા તો તાનમાં આવી જાય કે પડતા-આખડતા સેવામાં મંડી પડે. એક બપોરે સ્વામીશ્રી આ સેવાયજ્ઞમાં પધાર્યા. બે નાના યુવકો સવારથી ખાડો ખોદતા હતા. વળી સ્વામીશ્રીની આજ્ઞાથી એમણે નિર્જળ ઉપવાસ પણ કરેલો. અતિશય શ્રમન...

📜 Daily Prasang 📜

 📜 Daily Prasang 📜 એકસમયે શ્રીહરિ વિજાપુરથી એકલાજ ચાલ્યા ને વડનગર પધારતા હતા. વડનગરથી છેટે બે કિલોમીટર જેટલે દૂર તળાવને કાંઠે મહાદેવના મંદિરે રોકાયા અને ત્યાંથી આવતા જતા ગામનાં વટેમાર્ગુઓ સાથે ગામમાં પોતાના પ્રેમીભકત એવા દોલીબાઇને સમાચાર મોકલાવીને કહેવરાવ્યુ કે "અમને બહુ ભુખ લાગી છે, તો ઝડપથી થાળ બનાવીને આહી આવે..!"  દોલીબાઇને સમાચાર મળતાં જ તેઓ હરખઘેલા થઇ ગયા, પ્રભુને જમાડવા સારું પોતે ઝડપભેર પ્રાપ્ય વસ્તુ પદાર્થથી ગરમાગરમ થાળ બનાવીને પોતે તો શ્રીહરિને જમાડવા ચાલ્યા.  દોલીબાઇને આજ શ્રીહરિના દર્શન અને થાળ જમાડવાનો દિવ્ય લાભ મળતા મનમાં હરખ માંતો નથી, તેઓ તો તુંરત જ ચાલીને શ્રીહરિ જે તળાવને કાંઠે ઉતરેલા ત્યાં આવ્યા અને દરશન કરીને શ્રીહરિને જમવા બેસાર્યા.  પોતે ઝડપભેર ઘરે અતિ પ્રેમવશ થઇને ઘરેથી ચાલ્યા ને શ્રીહરિ ને પીરસવા મંડયા એ સમયે દોલીબેનને યાદ આવ્યુ કે ઘેરથી નીકળતી વખતે જમાડવા સારું થાળી-વાટકા વગેરે વાસણ સાથે લેતા ભૂલી ગયા, પોતાને મનમાં ઘણો ખેદ થયો કે હવે હું શ્રીજીમહારાજને શેમાં જમાડીશ..?  દોલીબાઇના હ્રદયનાભાવને અંતર્યામીપણે જાણીને શ્રીહરિએ તુરંતજ બાજુંમાં ...

🇦🇹 Amrut vachan 🇦🇹

Image
 🇦🇹 Amrut vachan 🇦🇹 દેરડી ગામમાં રૂપસી શેઠે શ્રીહરિને કરેલ પ્રાર્થના  मूर्ति विन चिंतवन हि जेता,         गुणमय दरशात हे तेता;  संचित प्रालब्ध करिमाण जेहा,          कारन देह गुणमय हे तेहा... २९ 🪷આપની મૂર્તિનાં ચિંતવન સિવાયનું જેટલું કાંઈ સંસારમાં ચિંતવન છે તે સર્વે ગુણમય દેખાય છે અને સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ એ ત્રણ કર્મો જ ગુણમય કારણ દેહ છે.  गुण में वर्तत जीय ज्यां लगही,            हर्ष शोक रहत तियां लगहि; मूर्ति को जिय करे चिंतवन जेहु,           गुणातीत जो स्थिति हे तेहु...३० 🪷 જ્યાં સુધી જીવ ગુણમય વર્તે છે ત્યાં સુધી તેને હર્ષશોક રહે છે. જે જીવ આપની મૂર્તિનું ચિંતવન કરે છે તે ચિંતવનને જ ગુણાતીત સ્થિતિ કહેવાય છે.  શ્રીહરિચરિત્રામૃતસાગર , પૂર:- ૬, તરંગ :-  ૮૭

📜 Daily Prasang 📜

 📜 Daily Prasang 📜 એક દિવસે સુરા ખાચર દૂધ ને રોટલો જમતા હતા, તે જમતા જાય અને કોઈક છોકરા સાથે વાત કરતા જાય, પછી મહારાજે દાદાખાચરને પૂછ્યું જે 'સુરો ખાચર કોની સાથે વાત કરે છે ❓' ત્યારે તે બોલ્યા, 'કોઈક છોકરા સાથે વાત કરે છે.' પછી મહારાજે પૂછ્યું, 'સુરા ખાચર તે છોકરા સાથે શી વાત કરતા હતા❗' ત્યારે સુરા ખાચર બોલ્યા જે 'ભણે મહારાજ❗ બે દિવસે રોટલો મળ્યો છે, તેમાં ભાગ પડાવવા આવ્યો હતો.' પછી મહારાજ કહે, 'ઘરમાં દાણા નથી કે શું❓' ત્યારે કહે, 'ના મહારાજ.' પછી મહારાજે દાદાખાચરને પૂછ્યું જે 'તમારા દાણા છે ❓' ત્યારે કહે, 'ગામ રણિયાળાનો અવેજ આવ્યો છે.' પછી મહારાજ કહે, 'તમો પાંચ કળશી દાણા ઉછીના આપશો❓' દાદાખાચર કહે, 'ગાડાં મોકલાવશે તો આપીશું.' પછી મહારાજ સુરા ખાચરને કહે, 'તમો ગાડાં મોકલો. દાદાખાચર દાણા ઉછીના આપશે.' ત્યારે કહે, 'સારું મહારાજ.' પછી ગાડાં મોકલીને દાણા મંગાવ્યા અને મહારાજ એક માસ નાગડકે રહ્યા. ત્યારથી સુરા ખાચરના દરબારમાં સમૃદ્ધિ વધી. તે દાણા નાખવાનો માગ મળતો નહીં.

🇮🇳તો સ્વરાજ્ય મળ્યું🇮🇳

🇮🇳તો સ્વરાજ્ય મળ્યું🇮🇳 યોગીજી મહારાજ રાજકોટ પધાર્યા હતા. રાજકોટમાં જ્યુબીલી બાગ પાસેથી પસાર થતા ત્યાં ચોકમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા હતી. તે જોઈ સ્વામીશ્રી કહે, 'ગાંધીજી સાદા બહુ હતા, ત્યાગ બહુ, ખાય નહિ. બકરીનું દૂધ પીતા. તપ કર્યું તો સ્વરાજ મળ્યું અને શાસ્ત્રીજી મહારાજ મળ્યા. અમે હંમેશાં દેશની આઝાદી માટે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી ૨૫ માળા ફેરવી. શ્રીજીમહારાજને તપ બહુ વહાલું. શાસ્ત્રીજી મહારાજ ઘણું તપ કરતા. સ્વામીએ તપ કર્યું. તપથી રાજીપો મળે...' આમ, યોગીજી મહારાજ તેમની જીવનભાવના પ્રસંગોચિત્ત વહાવતા. 🙏🏻 જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻

WHO IS PRAMUKH SWAMI MAHARAKJ ?

Image
 Pramukh Swami Maharaj: A Life Dedicated to God and Humanity Pramukh Swami Maharaj Pramukh Swami Maharaj was the fifth spiritual successor of Bhagwan Swaminarayan, the founder of the Swaminarayan Sampradaya, a Hindu denomination. He was born Shantilal Patel in Chansad, Gujarat, India, on December 7, 1921. From a young age, Pramukh Swami Maharaj was drawn to spirituality. He was a regular visitor to the local Swaminarayan temple, and he was deeply inspired by the teachings of Bhagwan Swaminarayan. In 1940, Pramukh Swami Maharaj was initiated into the Swaminarayan Sampradaya by Shastriji Maharaj, the third spiritual successor of Bhagwan Swaminarayan. He was given the name Narayanswarupdas Swami. Under the guidance of Shastriji Maharaj, Pramukh Swami Maharaj quickly rose through the ranks of the Swaminarayan Sampradaya. He was appointed the Kothari of the Sarangpur Mandir in 1946, and he became the General Secretary of the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) in...

WHAT IS BAPS ?

Image
BAPS, also known as Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha, is a vibrant and dynamic Hindu denomination known for its beautiful temples, dedicated volunteers, and emphasis on social service. But what lies beyond the intricate architecture and selfless acts? Let's embark on a journey to discover the heart and soul of BAPS. A Legacy of Faith and Service The roots of BAPS can be traced back to Lord Swaminarayan, a revered spiritual leader who emerged in the 18th century. He emphasized the importance of Akshar-Purushottam Upasana, a unique form of worship that focuses on the eternal relationship between the Akshar (absolute abode) and Purushottam (Supreme Lord). Lord Swaminarayan Following Lord Swaminarayan's passing, his successor, Gunatitanand Swami, continued the spiritual legacy. He established the BAPS Sanstha in 1907, laying the foundation for a global network of temples, schools, and humanitarian initiatives. Beautiful Temples: Windows to the Divine One of the ...