સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

સન ૧૯૨૧ અવિનાશીનું અવતરણ

 સન ૧૯૨૧

અવિનાશીનું અવતરણ




  • આવા પુણ્યવંતા પરિવારમાં સૃષ્ટિના ભાગ્યસૂર્યનો ઉદય થવાની મંગલ ઘડીઓ ગણાવા લાગી. વર્ષ હતું – સંવત ૧૯૭૮નું, સન ૧૯૨૧નું. “ઃ ઃઃ – “મહિનાઓમાં માગશર મહિનો હું છું' કહીને ભગવાને જેને પોતાનો વિભૂતિસ્વરૂપ ગણ્યો છે, એ જ માગશર માસમાં ભગવાનની મનુષ્યાકાર વિભૂતિએ પણ અવતાર ધારણ કરવાનું પસંદ કર્યું.

  • સાત દિવસનું સપ્તાહ તેના ચક્રના મધ્ય ભાગ સમા બુધવાર સુધી પહોંચેલું. પંદર દિવસનું અજવાળિયું પખવાડિયું તેના ચક્રના મધ્ય ભાગ સમી સુદ આઠમ સુધી પહોંચેલું. શિયાળાની સવારના સુકુમાર તડકાની ભગવી આભાથી નભોમંડળ અને ભૂમંડળ રંગાયેલું ત્યારે આશરે આઠ-નવ વાગ્યાના સુમારે ચાણસદ ગામના આ પવિત્ર પરિવારમાં પનોતા પુત્રનો પ્રાદુર્ભાવ થયો.”

  • ઘરનાં અને ગામનાં મનુષ્યો માટે આ ઘડી હતી પુત્રજન્મની; પરંતુ સરકતો સમય પુરવાર કરવાનો હતો કે એ ઘડી હતી અવિનાશીના અવતરણની, સૃષ્ટિના સૌભાગ્યની, માનવમાત્રના માંગલ્યની.

  • સૂર્યોદય કદી સાધારણ નથી હોતો. સૂર્ય ક્ષિતિજે આવતાં જ અંધારાં આથમે છે, ઉજાશ ફેલાય છે, સુસ્તી વિરમે છે, સ્ફૂર્તિ પ્રગટે છે, પુષ્પો ખીલે છે, કલરવ ગુંજે છે, નીર ચમકી ઊઠે છે. સૂર્યોદયની જેમ આ પુત્રનું પ્રાગટ્ય પણ અસાધારણ બની રહેવાનું હતું, કારણ કે આ પ્રાગટ્ય અનેકનાં અંધારાં ઉલેચીને જીવન અજવાળનારું સાબિત થવાનું હતું. આ પ્રાગટ્ય અનેકની સુસ્તી વિદારીને સ્ફૂર્તિ પ્રગટાવનારું પુરવાર થવાનું હતું. આ પ્રાગટ્ય અનેકને ખીલવનારું- ચમકાવનારું બનવાનું હતું, પરંતુ ભવિષ્યની ભાષાને ઉકેલવાનું ગજું મર્ત્ય માનવીમાં ક્યાંથી હોય? નવજાત શિશુને પણ એ ભાષાભેદ ખોલવાની કોઈ જ ઉતાવળ નહોતી. તે શાંતિથી નેત્ર મીંચીને જનનીની સોડમાં સૂતું હતું.

  • નજીકમાં હતા તેટલાનાં મોં મીઠાં કરાવી મોતીભાઈએ પુત્રનો જન્મોત્સવ મનાવ્યો. એ સમયે ન તો વાજાં વાગ્યાં કે ન તો તોરણ ઝૂલ્યાં; ન તો ટોળાં વળ્યાં કે ન તો ગીતો ગવાયાં. ગૌમુખમાંથી નીકળતી ગંગાને જોઈને કોઈ અંદાજ પણ ન માંડી શકે કે આ જ પાતળી ધારા આગળ જતાં વિશાળ મહાનદમાં પરિણમવાની છે, લાખો હેક્ટરમાં હરિયાળી ફેલાવવાની છે, કાંપથી ફળદ્રુપ એવાં માઈલોનાં મેદાનો રચવાની છે અને કરોડોની તરસ છિપાવી 'લોકમાતા'નું બિરુદ પામવાની છે. તેમ આજે વામન જણાતા શિશુમાં વિરાટને જોવાની દૃષ્ટિ કોઈની પાસે નહોતી. સૌને બસ! એમ જ હતું કે “ચાણસદમાં એક પુત્રનો જન્મ થઈ ગયો.” પણ એક સૂર્ય ઊગી ગયો છે અને એક સરિતા વહી નીકળી છે તે સમજાવનારી ઘડીઓ હવે એક પછી એક આવવાની હતી.

Comments

Popular posts from this blog

2024 के पहले युवा तालीम केंद्र

સુરત અક્ષરધામ

હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય