સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

અવિનાશીનું અવતરણ


 અવિનાશીનું અવતરણ




ભાગ્યવંતી ભૂમિ

  • પૃથ્વીના ગોળાર્ધની રીતે જુઓ તો ૨૨.૨૩૭૪ ઉત્તર અક્ષાંશ અને ૭૩.૦૯૦૬ પૂર્વ રેખાંશ પર વસેલું ચાણસદ ગામ એટલે વડોદરાની કાંધનો ક્યારો. વડોદરાથી નૈઋત્ય દિશામાં આશરે બાર કિલોમીટરની મજલ કાપો એટલે ચાણસદનું પાદર આવે. ગામડાંની ભાતીગળ વિશેષતાઓ એ પાદરમાં પગ મૂકતાં જ આગંતુકને અનુભવાય.
  • શાંત-સુરમ્ય વાતાવરણ. અપ્રદૂષિત હવાની લહેરખીઓ. નીલવર્ણા જળ સંઘરીને હિલોળતું તળાવ. ગામડાંઓની ધૂળમાંથી ઊઠતી વિશિષ્ટ સોડમ. ભોળા ગ્રામીણ જનોની રઘવાટમુક્ત ચહલ-પહલ. નીચાં નળિયેલ ખોરડાં. તેની વચ્ચે વટ વેરતાં ધાબાબંધ પાકાં મકાનો. ઘણી વાર ઘરના ઉંબરે જ ધોવાતાં વસ્ત્ર- વાસણોને કારણે ગલીએ ગલીએ પાતાળ-ઝરણાંની જેમ ફૂટી નીકળેલાં પાણીના રેલાઓ. પાતળીયે નહીં ને પહોળીયે નહીં એવી શેરીઓ; ક્યાંક પાકી તો ક્યાંક કાચી. મધુર ઘંટારવથી ગામના ગગનને ભરતાં રહેતાં બે-ચાર દેવાલયો. બે હાથના ટેકે ગોઠણ બાંધીને કે ઊભડક પગે બેઠેલા ગ્રામજનોની અલકમલક વાતોથી ઊભરાતો પંચાયતનો ચોરો. હરોળબંધ ઓરડા કાઢીને બાંધેલી નિશાળ. ગ્રામજનોની તૃષા સંતોષતું વારિગૃહ.
  • આવા આ ગામની શેરી-શેરી પગ તળે કરી નાંખતાં માંડ કલાક – દોઢ કલાક થાય તો થાય. મહી અને નર્મદા જેવી ભરપટે વહેતી લોકમાતાઓની મધ્યમાં ચાણસદ વસેલું હોવાથી જળનાં તળ અહીં ઊંચાં. તેથી પાણીની અછતનો અનુભવ અહીંના રહીશોને ઓછો-આછો. ચાણસદના પાદરે ઝીણે પાંદડે ઝૂલતાં આંબલીઓનાં ઘટાદાર વૃક્ષો જોતાં જ ખબર પડે કે અહીં જળ-છાયાની જુક્તિ જામેલી છે.
  • આવી ગ્રામસંપદા ધરાવતું રઢિયાળું અને રળિયામણું ચાણસદ ગામ મોટે ભાગે ધરતીપુત્રોનું. જમીનને બળ-બળદ દ્વારા ઉપરતળે કરતા રહીને બાજરી, જુવાર, મગ, મઠ, કપાસ વગેરેનાં વાવેતરથી જીવતર ગુજારતા આ ગામના રહીશો. ધરતી ધમરોળતા આ ખડતલ ખેડૂતો સવારના પહોરથી ગાડાં-હલાકડાં લઈને સીમ ભણી પરિયાણ કરી જાય તે સમી સાંજે પાછા વળે. લૂગડે-લત્તે અને પગરખાં-પહેરણે બિલકુલ ગ્રામીણ જ દીસે.
  • તેઓને આ ચાણસદમાં આંખને આકર્ષે અને હૃદયને થંભાવી દે એવું કશું જોવા ન મળે. તેમ છતાં આ ભૂમિની ભીતરના સત્ત્વ-તત્ત્વને જાણે પિછાણતા હોય તેમ શ્રીજીના નંદ પરમહંસો અહીં પધારેલા.
  • ગુણાતીત ગુરુઓનું પણ આ ગોકુળિયું ગામ. ભગતજી મહારાજ અહીં બત્રીસ વાર આવેલા. સં. ૧૯૪૪ની સાલમાં તેઓને જ વરદ હસ્તે આ ગામમાં હનુમાનજીની પ્રતિષ્ઠા થયેલી.
  • સત્પુરુષના હેતની આ અખંડિત ધાર શાસ્ત્રીજી મહારાજના સમયમાં પણ અવિરત વહી રહી. સં. ૧૯૬૧ના વર્ષે શાસ્ત્રીજી મહારાજને મોઢામાં ગરમીને લીધે ચાંદાં પડી ગયાં હતાં. તે વખતે ચાણસદના મનસુખભાઈએ તેઓને કહેલું : આપને ત્રણેક માસ દૂધનો પ્રયોગ કરવો પડશે, તો જ આ ગરમી મટશે.’
  • “ ત્યારે શાસ્ત્રીજી મહારાજ “ચૈત્રી સમૈયે વરતાલ ન જવું અને વૈદ્યના આગ્રહથી ચાણસદના મંદિરમાં રહી આ પ્રયોગ કરવો' એમ નક્કી કરીને ચાણસદ પધારેલા. મનસુખરામે શાસ્ત્રીજી મહારાજની સારવાર સારુ ખાસ એક નીરોગી ગાય રાખી હતી. તે ગાયનું જ દૂધ સવાર-સાંજ તેઓ શાસ્ત્રીજી મહારાજને આપતા. સાથે દવા અને શેરડી. આમ, ચિકિત્સા પ્રક્રિયા શરૂ થયેલી. તે વખતે એકધારું દોઢ મહિના સુધી શાસ્ત્રીજી મહારાજ ચાણસદ રોકાયેલા અને કથાવાર્તાનો અખાડો જમાવેલો. આ સમયે ગલભાઈ, કાળિદાસભાઈ, મોતીભાઈ વગેરે શાસ્ત્રીજી મહારાજની સેવા કરી ધન્ય થયેલા.
  • સં. ૧૯૮૨માં પણ મૂળજીભાઈના આમંત્રણથી શાસ્ત્રીજી મહારાજ લગભગ એક મહિના (અષાઢ વદ ૧ થી શ્રાવણ સુદ ૧૩) સુધી પારાયણનો લાભ આપવા ચાણસદ પધારેલા. આવી હતી તેઓને આ ગામ વિશે લાગણી.
  • બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પણ જૂનાગઢથી શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા બાદ ચાણસદમાં એક વર્ષ સુધી રહેલા. તે સમયની પોતાની દિનચર્યાની સ્મૃતિ કરાવતાં તેઓએ ચાણસદમાં જ કહેલું કે “અહીં એક વર્ષ લાગટ રહેલો. હું ગુરુ, હું શિષ્ય, હું રસોઈ કરું, હું વાળું, બધું હું કરતો. સોળથી સત્તર વર્ષની ઉંમર. બીજા બધા ઘરડાં. હું જુવાન. પાવર બહુ, જોશ બહુ. કીર્તન બોલું તો નળિયાં ગાજે. રણછોડ ભક્ત કહે – “જો જો નળિયાં ન ઊડે.” વાતું કરું તો અડધા માઈલમાં સંભળાય. લાઉડ સ્પીકર તૂટી જાય. સવારે ઊઠી વણઝારિયે કૂવે નાહી આવતા. ચારથી સાડા પાંચ “ધીર ધુરંધરા”નાં પદ બોલીએ. અખંડ કથાવાર્તા થતી. કોઈની ઉપાધિ નહીં. આખો દિવસ વાતું, વચનામૃત, ચોસઠપદી શીખીએ. કીર્તન ગાતાં થાકતાં નહીં.”
  • આમ, એક વર્ષ સુધી યોગીજી મહારાજે ચાણસદને બ્રહ્માનંદમાં તરબોળ કરેલું. ત્યારબાદ પણ તેઓ અહીં અવાર-નવાર પધારતા.

Comments

Popular posts from this blog

2024 के पहले युवा तालीम केंद्र

સુરત અક્ષરધામ

હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય