Posts

સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

સંવેદનશીલ શાંતિલાલ

Image
 સંવેદનશીલ શાંતિલાલ મોટે ભાગે બાલ્યાવસ્થા પરોપજીવી હોય છે. તેથી તે બીજાને માટે ભાર- રૂપ થઈ રહે, પરંતુ શાંતિલાલ અહીં પણ સૌ બાળકોથી અલગ તરી આવતા. કદીયે કોઈને બોજારૂપ ન થવાનો જ વિચાર અને તે અનુસાર જ વર્તણૂક રાખતા. અને હા, શાંતિલાલની સંવેદનાનું આ વર્તુળ કેવળ મનુષ્ય પૂરતું જ સીમિત નહોતું. મૂંગા-અબોલ પશુઓ પ્રત્યે પણ તેઓને આવી જ સહાનુભૂતિ રહેતી. શાંતિલાલ રવિવાર કે રજાના દિવસોમાં પશુધન ચરાવવા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા ગોચરમાં જતા. પશુમાં ઘેર બે ભેંસો અને એક જોડ બળદ હતા. તેને ચરાવવા અગિયારેક વાગ્યે જમી-પરવારી સૌ મિત્રો સાથે તેઓ નીકળે. અડધો કલાકે ત્યાં પહોંચી જવાય. અહીં ગાયો-ભેંસો ચરે. તે વખતે કેટલાક બાળકો ગાય-ભેંસ પર બેસીને સવારીનો આનંદ લૂંટે. બપોરે આ પશુઓ નદીમાં પણ પડે. ત્યારે કેટલાક છોકરા તેની પર બેસીને સહેલ પણ કરે, પરંતુ શાંતિલાલ કોઈ દિવસ આ ચાળે ચડ્યા નહોતા. નદીમાં પાણી બહુ આવી ગયું હોય તોય મોટે ભાગે પૂછડું પકડીને જ સામે કિનારે જાય. પશુ પર બેસે તો ભાગ્યે જ. ગાય-ભેંસ પર બેસીને તેને ભારે મારવાના વિચારમાત્રથી તેઓ દ્રવી अठता. 'आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति...' अनुसार ४१-प्र...

અનાદિ મહામુક્ત જાગાભક્ત (જાગાસ્વામી)

Image
 📜 Daily Prasang 📜 અનાદિ મહામુક્ત જાગાભક્ત (જાગાસ્વામી) તો આજે જોઈએ એમનો જ એક મહિમા જણાવતો પ્રસંગ........... મુક્તરાજ જાગા ભક્ત એ રાઠોડ મોચી કુળ ના હતા અને અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ના પટ્ટ શિષ્યો માં થી એક હતા. સતત ૧૪-૧૪ વર્ષ સુધી સ્વામી ને એમણે સેવ્યા હતા અને ગુણાતીત જ્ઞાન ના ઘૂંટ પી ને એક સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી હતી. મન માં એક જ એષણા હતી- ગુણાતીતાનંદ સ્વામી એટલે મૂળ અક્ષર અને સહજાનંદ સ્વામી એટલે પૂર્ણ પુરુષોત્તમ. અને આ જ્ઞાન ના પ્રવર્તન માટે એમણે જીવન હોમી દીધું. આચાર્ય વિહારીલાલજી મહારાજ એક વિધવાન આચાર્ય હતા અને ગુણાતીતાનંદ સ્વામી ના હસ્તે વર્તમાન ધારણ કર્યા હતા અને એમણે પણ ભાવ હતો કે - ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષર છે પણ – કોઠારી ગોવર્ધનભાઈ અને કોઠારી ભીમજી ભગવાન (ગઢડા) ના પ્રભાવ થી - આ સત્ય ને સમર્થન કરતા ડરતા હતા. એક વાર કોઈએ કહ્યું કે - આચાર્ય વિહારીલાલજી મહારાજ ને કોઈ સંતાન નથી અને સંતાન માટે ખુબ જ દવા-દારુ કરી રહ્યા છે આથી સ્વામી જાગા ભક્તે કોઈ ભક્ત સાથે આચાર્ય મહારાજ ને સંદેશો મોકલાવ્યો કે -જો- આચાર્ય વિહારીલાલજી મહારાજ - પોતાના હાથે અક્ષર પુરુષોત્તમ ની...

શાંત અને સુલેહકારી

Image
 શાંત અને સુલેહકારી “શેરીએ રમતાં અથડાતાં, છોરાં રાખે દાવા રે; સબળ થઈ કોઈ લીએ ચૂંટિયો…” આ છે બાલ્યાવસ્થાનું શબ્દચિત્ર. કજિયા-કંકાસ કે લડાઈ-ઝઘડા વિનાનું બાળપણ કોનું વીત્યું હશે? પરંતુ અવસ્થાના આ આવેગોથી પણ શાંતિલાલ અભડાયા નહોતા. “મને પહેલેથી કોઈની સાથે ઝઘડો થાય એ ગમે નહીં ને કોઈ ઝઘડો કરતું હોય તે જોવુંય ગમે નહીં. મનમાં દુઃખ થાય કે આ ઝઘડે છે શું કરવા? ઝઘડાનો પ્રસંગ થયો હોય તોયે ઝઘડીએ નહીં. સહન કરી લેવાનું. કોઈની જોડે ઝઘડો ન થાય તે પહેલું જોવાનું. નાનપણથી જ કોઈ લડતા-ઝઘડતા હોય તો ત્યાંથી જતો જ રહું. તકરારનો પહેલેથી જ સ્વભાવ નહીં. બીજા કોઈ ઝઘડે તેમાં મને બીક લાગતી. બીજાને ઝઘડતા જોઈ રડી પડીએ તેવું હતું.” તેઓને મુખેથી સરેલા આ શબ્દો પરથી શાંતિલાલનો શાંત-સુલેહકારી સ્વભાવ પરખાય છે. પોતાની આવી જીવનશૈલીથી તેઓને સૌ સાથે સારાવાટ. મોતીકાકાના પરિવારમાં શાંતિલાલ સાથે પુત્રોમાં ડાહ્યાભાઈ, નંદુભાઈ, પુરુષોત્તમભાઈ અને પુત્રીઓમાં કાશીબહેન, કમળાબહેન, ચંચળબહેન, સવિતાબહેન, ગંગાબહેન અને ડાહીબહેન હતાં.” આ સૌમાં સવિતાબહેનને શાંતિલાલ માટે અધિક પ્રેમ રહેતો. પ્રસંગોપાત્ત ઘરમાં વેવિશાળ નિમિત્તેની માટલીમાં મીઠાઈ આવ...

જાણો પ્રથમ વખત ગુજરાતથી કઈ રીતે રામ મંદિર માટે આંદોલન શરૂ થયું ?

Image
પ્રમુખસ્વામી મહારાજ સાથે રામ મંદિર અયોધ્યા અયોધ્યાના મધ્યમાં, જ્યાં પવિત્ર નદી સરયુ વહે છે, ત્યાં ભવ્ય રામમંદિર ઊભું છે, જે ભારતના સાંસ્કૃતિક અને ધાર્મિક ઈતિહાસના ઊંડા મૂળના પુરાવા છે. ભગવાન રામને સમર્પિત આ સ્મારક સંરચના માત્ર સ્થાપત્ય મહત્વ ધરાવે છે એટલું જ નહીં પરંતુ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક નેતૃત્વ સાથે પણ જોડાયેલું છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ રામ મંદિરના મૂળ હિંદુ ધર્મની સમૃદ્ધ ટેપેસ્ટ્રીમાં પ્રવેશે છે, જેમાં અયોધ્યા ભગવાન રામનું જન્મસ્થળ છે. મંદિરનું ઐતિહાસિક મહત્વ અજોડ છે, અને તેનું નિર્માણ અયોધ્યા વિવાદમાં કેન્દ્રબિંદુ બની ગયું હતું. આ વિવાદના નિરાકરણથી આજે રામ મંદિરની ભવ્યતાનો માર્ગ મોકળો થયો છે. અયોધ્યા વિવાદ અયોધ્યા વિવાદ, લાંબા સમયથી ચાલતી કાનૂની લડાઈ, તીવ્ર લાગણીઓ અને વિવિધ પરિપ્રેક્ષ્યો દ્વારા ચિહ્નિત કરવામાં આવી હતી. કોર્ટના ચુકાદાઓ અને વાટાઘાટો સહિતની મુખ્ય ઘટનાઓ આખરે એક ઠરાવ તરફ દોરી ગઈ જેણે રામ મંદિરના નિર્માણની મંજૂરી આપી. આ વિવાદનું નિરાકરણ ભારતના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક હતો, જેણે સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપ્યું હતું. આર્કિટેક્ચરલ માર્વેલ રામ મંદિર...

ગુરુ (ક્ષેત્રજ્ઞ)ખેડૂત અને શિષ્ય (ક્ષેત્ર )ખેતર છે.

Image
 Amrut vachan ગુરુ (ક્ષેત્રજ્ઞ)ખેડૂત અને શિષ્ય (ક્ષેત્ર )ખેતર છે. ખેડૂત ખેતરને યોગ્ય બનાવીને તેમાં સારામાં સારું બીજ નાખે છે અને બીજ વાવતી વખતે એ આશા પણ રાખે છે કે સારું અનાજ ઉત્પન્ન થાય.  ગુરુરુપી ખેડૂત પણ શિષ્ય ના હ્રદયરુપી ખેતરમાં નામરુપી બીજ વાવતી વખતે આ ભાવના રાખે છે કે શિષ્યનું કલ્યાણ થાય,તેને પરમ શાંતિ, પરમ ગતિ પ્રાપ્ત થાય, પણ ખેતરમાં વાવેલા બીજમાંથી ત્યાંરે જ અંકુર ફૂટે છે કે જ્યારે તે પોતે ગળીને નષ્ટ   થઈ જાય છે, તૂ કો ઈતના મિટા કિ તૂ તૂ ન રહે  તુજ મે દુઈ કી બૂ ન રહે શિષ્ય જ્યાં સુધી સૂક્ષ્મ અહંભાવને દૂર કરતો નથી ત્યાં સુધી તેમાં નામ રુપી બીજ અંકુરિત થતું નથી, પોતાની જાતનું પોતાપણું કાઢી નાખવાથી નામના પ્રેમનો અનુભવ થાય છે, આ વાણી નો વિષય નથી, આ તો ફક્ત અનુભવ મેળવવાનો અને પ્રેમનો માર્ગ છે, ગુરુકૃપા_હી_કેવલં_સરળ માર્ગ

ત્યાગે તપે પૂરા રે પ્રમુખસ્વામી મહારાજ

Image
 ત્યાગે તપે પૂરા રે શાંતિલાલની ઊડીને આંખે વળગે તેવી એક વિશેષતા એ રહેલી કે તેઓ મિતભાષી હતા, પણ મૂંગાં નહીં. સમય આવ્યે જે સાચું હોય તે મક્કમતાથી કહેતા અને તે પ્રમાણે જ કરતા. શાંતિલાલનાં શરૂઆતનાં વર્ષોમાં પિતાશ્રી મોતીભાઈ સાવલી તાલુકાના રાજનગર નામના ગામમાં કામકાજ માટે ગયેલા. શાંતિલાલ પણ સાથે જ હતા. અહીં તેઓ નવેક વર્ષ સુધી રહેલા. તે વખતે બાળમિત્રો સાથે વિવિધ બાળક્રીડાઓ કરતા. ગામની સીમમાં મહોરેલાં આંબા-આંબલીનાં ગોરસ- આંબલી, મરવા વગેરેની ઉજાણી પણ કરતા અને સૌને આનંદ પમાડતા. આ રાજનગરમાં ભાદરણ ગામના છોટાભાઈ નામે સદ્ગૃહસ્થ રહેતા હતા. શાંતિલાલના ઘરની ગલીમાં જ તેઓનું મોટું મકાન હતું. તેઓને નાનાં બાળકો પ્રત્યે અપાર પ્રેમ. જાતજાતની અને ભાતભાતની વસ્તુ-વાનગીઓ લાવીને બાળકોને રાજી કરતાં રહે. ફૂલદોલ વખતે સૌ માટે ખજૂર લાવે, ઉત્તરાયણ વખતે પતંગો અને દિવાળી વખતે ફટાકડા. પરંતુ આ સૌ બાળકોમાં શાંતિલાલ વિશે તેઓને અનહદ લાગણી. તેઓ માટે છોટાકાકા રમકડાં લઈ આવે. શાંતિલાલને એકડો ધુંટાવવા તેઓએ ખાસ શિક્ષક પણ રોકેલો. એક દિવસ આ છોટાકાકાએ સંકલ્પ કર્યો કે “આજે છોકરાંઓને સારી રસોઈ બનાવીને જમાડવા.” આ હેતુસર તેઓએ સૌ બાળકોન...

મહંત સ્વામી મહારાજ ના આર્શીવાદ (12/01/24)

Image
 આજ ના પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ ના આર્શીવાદ (12/01/24) યોગી બાપાએ વાત કરી જે વચનામૃત છેલ્લાનું ૨૪  શ્રદ્ધા એટલે ઉમંગ અહિંસા એટલે શું? કોઈ ને વેણ ના મારો કોઈ નું મન ના દુભાય તેવું કરો બ્રહ્મચર્ય શું? હરિભક્તોને એક નારી સદા બ્રહ્મચારી ત્યાગી ને આઠ પ્રકારે સ્ત્રી નો ત્યાગ તમે ગૃહસ્થ પણ બ્રહ્મચારી કહેવાવ કેવી રીતે? મન  કર્મ વચને કોઈ જગ્યાએ લપેટમાં ના આવો તો તમે પરણીયા (લગ્ન) છો તો પણ બ્રહ્મચારી કહેવાવ. આત્મનિષ્ઠા શું? ખમી ખાવું કોઈ કઈક કે તો જોડું મારવાનું? ના સહન કરવું  આ ગણાવિયા અક્ષરધામમાં જવાના સાધન. અક્ષરધામમાં જવાના ૧૬ સાધનમાં શ્રેષ્ઠ ૭ મું સાધન સાધુ સમાગમ સાધુ ધર્મ નિયમ પળાવે કુસંગ થવા ના દે આ બે મુખ્ય છે. મન દઈને સમાગમ કરો તો કોઈ વાતની જરૂર ના પડે. સાધુના સમાગમમાં બધી વાત આવી જાય આપણે સમાગમમાં ઘણા કાચા, એટલે સમાગમ પાકે પાયે કરવો.