સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

સંવેદનશીલ શાંતિલાલ

 સંવેદનશીલ શાંતિલાલ

  • મોટે ભાગે બાલ્યાવસ્થા પરોપજીવી હોય છે. તેથી તે બીજાને માટે ભાર- રૂપ થઈ રહે, પરંતુ શાંતિલાલ અહીં પણ સૌ બાળકોથી અલગ તરી આવતા. કદીયે કોઈને બોજારૂપ ન થવાનો જ વિચાર અને તે અનુસાર જ વર્તણૂક રાખતા. અને હા, શાંતિલાલની સંવેદનાનું આ વર્તુળ કેવળ મનુષ્ય પૂરતું જ સીમિત નહોતું. મૂંગા-અબોલ પશુઓ પ્રત્યે પણ તેઓને આવી જ સહાનુભૂતિ રહેતી.


  • શાંતિલાલ રવિવાર કે રજાના દિવસોમાં પશુધન ચરાવવા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા ગોચરમાં જતા. પશુમાં ઘેર બે ભેંસો અને એક જોડ બળદ હતા. તેને ચરાવવા અગિયારેક વાગ્યે જમી-પરવારી સૌ મિત્રો સાથે તેઓ નીકળે. અડધો કલાકે ત્યાં પહોંચી જવાય. અહીં ગાયો-ભેંસો ચરે. તે વખતે કેટલાક બાળકો ગાય-ભેંસ પર બેસીને સવારીનો આનંદ લૂંટે. બપોરે આ પશુઓ નદીમાં પણ પડે. ત્યારે કેટલાક છોકરા તેની પર બેસીને સહેલ પણ કરે, પરંતુ શાંતિલાલ કોઈ દિવસ આ ચાળે ચડ્યા નહોતા. નદીમાં પાણી બહુ આવી ગયું હોય તોય મોટે ભાગે પૂછડું પકડીને જ સામે કિનારે જાય. પશુ પર બેસે તો ભાગ્યે જ. ગાય-ભેંસ પર બેસીને તેને ભારે મારવાના વિચારમાત્રથી તેઓ દ્રવી अठता. 'आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति...' अनुसार ४१-प्राशी- માત્રને તેઓ પોતાપણાની દ્રષ્ટિથી જ જોતા. પશુઓને ચરાવવા જાય ત્યારે શાંતિલાલ વાંચવાની ચોપડીઓ સાથે લઈને નીકળતા. ઢોર ચરતાં હોય ત્યારે તેઓ ઝાડના છાંયે બેસી વાંચ્યા કરે.

  • પશુધન ચરાવવાની સાથે સાથે શાંતિલાલને ક્યારેક ખેતરમાં પણ જવાનું થતું. ઈટોલા બાજુ આશરે ૨૫-૩૦ વીઘાં જમીનનું મોતીકાકાનું ખેતર હતું. તેમાં કરબડી ફેરવવાની હોય ત્યારે શાંતિલાલ કરબડી પર બેસવા માટે જતા.

Comments

Popular posts from this blog

2024 के पहले युवा तालीम केंद्र

સુરત અક્ષરધામ

હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય