સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

ત્યાગે તપે પૂરા રે પ્રમુખસ્વામી મહારાજ

 ત્યાગે તપે પૂરા રે


  • શાંતિલાલની ઊડીને આંખે વળગે તેવી એક વિશેષતા એ રહેલી કે તેઓ મિતભાષી હતા, પણ મૂંગાં નહીં. સમય આવ્યે જે સાચું હોય તે મક્કમતાથી કહેતા અને તે પ્રમાણે જ કરતા.


  • શાંતિલાલનાં શરૂઆતનાં વર્ષોમાં પિતાશ્રી મોતીભાઈ સાવલી તાલુકાના રાજનગર નામના ગામમાં કામકાજ માટે ગયેલા. શાંતિલાલ પણ સાથે જ હતા. અહીં તેઓ નવેક વર્ષ સુધી રહેલા. તે વખતે બાળમિત્રો સાથે વિવિધ બાળક્રીડાઓ કરતા. ગામની સીમમાં મહોરેલાં આંબા-આંબલીનાં ગોરસ- આંબલી, મરવા વગેરેની ઉજાણી પણ કરતા અને સૌને આનંદ પમાડતા.

  • આ રાજનગરમાં ભાદરણ ગામના છોટાભાઈ નામે સદ્ગૃહસ્થ રહેતા હતા. શાંતિલાલના ઘરની ગલીમાં જ તેઓનું મોટું મકાન હતું. તેઓને નાનાં બાળકો પ્રત્યે અપાર પ્રેમ. જાતજાતની અને ભાતભાતની વસ્તુ-વાનગીઓ લાવીને બાળકોને રાજી કરતાં રહે. ફૂલદોલ વખતે સૌ માટે ખજૂર લાવે, ઉત્તરાયણ વખતે પતંગો અને દિવાળી વખતે ફટાકડા. પરંતુ આ સૌ બાળકોમાં શાંતિલાલ વિશે તેઓને અનહદ લાગણી. તેઓ માટે છોટાકાકા રમકડાં લઈ આવે. શાંતિલાલને એકડો ધુંટાવવા તેઓએ ખાસ શિક્ષક પણ રોકેલો.

  • એક દિવસ આ છોટાકાકાએ સંકલ્પ કર્યો કે “આજે છોકરાંઓને સારી રસોઈ બનાવીને જમાડવા.” આ હેતુસર તેઓએ સૌ બાળકોને એકત્રિત કર્યા. શાંતિલાલને પણ બોલાવ્યા. ત્યારે શાંતિલાલે નમ્રતાથી છતાં દૃઢતાથી કહ્યું : “આજે મારે એકાદશી છે. માટે હું નહીં જમું.” છોટાકાકાએ આવા ઉત્તરની અપેક્ષા રાખી નહોતી. તેથી તેઓએ આગ્રહપૂર્વક શાંતિલાલને કહ્યુંઃ “હવે છોકરાંને શું એકાદશી? ચાલશે. એક વાર ખાઈ લઈએ તેમાં શું? બધાની સાથે જમવા બેસી જા.”

  • પરંતુ શાંતિલાલે મચક ન આપી. અંતે જ્યારે ખૂબ આગ્રહ થયો ત્યારે શાંતિલાલની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. એ આંસુએ છોટાકાકાને પલાળી દીધા. તેઓએ વધુ આગ્રહ પડતો મૂક્યો અને ફરાળ મંગાવીને શાંતિલાલને જમાડ્યા. પણ તે વખતે સૌને થયું કે “આ તે વળી કેવું કૌતુક ! સ્વાદિષ્ટ ભોજન જોઈને બાળક તો લલચાઈ જ જાય. અને જો તે ન મળે તો જમવા માટે રડે. જ્યારે આ શાંતિલાલ તો ઉપવાસની ટેક ન તૂટે તે માટે રડ્યા! ખરેખર, આ જુદી માટીનો બાળક લાગે છે!”

  • ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે “સારો હોય તે તો બાળપણામાંથી જ જિહ્વાનો સ્વાદિયો હોય નહીં અને શરીરને દમ્યા કરે.” આ સારપનું મૂઠી ઊંચેરું દર્શન શાંતિલાલમાં સૌને થયાં કરતું.

  • બાળસહજ ગોબરાંપણાથી પણ શાંતિલાલ જોજનો દૂર. એક પ્રસંગે બાલ્યાવસ્થાની પોતાની સ્વાભાવિક પ્રકૃતિ જણાવતાં તેઓએ કહેલું : “પહેલેથી ઘરમાં બધું વ્યવસ્થિત મૂકવાનું ખરું. સાફસૂફી રહે એવું નાનપણથી કરતા'તા. સ્કૂલમાં પણ કોઈ દફતર (આડું-અવળું) પડ્યું હોય તો એનેય કહીએ કે “સીધું મૂક.”

  • આમ, સુઘડતાનો “સા” પહેલેથી જ તેઓના જીવનમાં ઘૂંટાયેલો. “વળી સદા ગમે શુચિપણું રે...”* એ બાલ ઘનશ્યામની પ્રકૃતિનો પડઘો શાંતિલાલના જીવનમાંથી પણ ઊઠતો.

Comments

Popular posts from this blog

2024 के पहले युवा तालीम केंद्र

સુરત અક્ષરધામ

હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય