Posts

સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય

Image
 હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય ચૈત્રીપૂર્ણિમા હનુમાન જયંતી તરીકે ભારતભરમાં ઉજવાય છે.  આ હનુમાન જયંતીના પાવન દિવસે જેના નામથી લખાયેલી હનુમાન ચાલીસાના પાઠથી આજે અનેક લોકોના સંકટ નષ્ટ થાય છે. મનોરથ પૂર્ણ થાય છે,એવી હનુમાન ચાલીસાની રચના કેમ થઈ ?તે જાણી આપણે પણ ભારતીય સંતો અને હિંદુ ધર્મ પ્રત્યેનુ ગૌરવ વધારીએ.      આપણે હનુમાનજીની પૂજા કરીએ છીએ, "હનુમાન ચાલીસા" નો પાઠ કરીએ છીએ, પરંતુ ઘણા ઓછાને ખબર હશે કે હનુમાન ચાલીસાની રચના કયાં, કયારે, કેવા સંજોગોમાં અને કોના દ્વારા થઈ?  આ વાત ઈ.સ.૧૬૦૦ ની છે. આ સમ્રાટ અકબર અને સંત શ્રી તલસીદાસજીના સમયની વાત છે. એકવાર સંત તુલસીદાસજી મથુરા જઈ રહ્યા હતા.રસ્તામાં રાત પડવાથી એમણે આગ્રામાં રાતવાસો કરવાનું નકકી કર્યું અને આગ્રામાં રોકાઈ ગયા. આગ્રાના લોકોને ખબર પડી, સંત તુલસીદાસજી આગ્રા પધાર્યા છે, લોકોના ટોળે ટોળા એમના દર્શનાર્થે ઉમટી પડયા. આ વાતની સમ્રાટ અકબરને ખબર પડી, એમણે બિરબલને બોલાવીને પુછ્યું "તુલસીદાસ કોણ છે? જેને મળવા પ્રજા આટલી બધી ગાંડીતુર થઈ છે?"  ત્યારે બિરબલે અકબરને કહ્યું, એ સંત તુલસીદાસજી છે, જેમણે પવ...

સુરત અક્ષરધામ

Image
સુરત અક્ષરધામ  સુરતમાં જે સ્થાને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ ભવ્ય અક્ષરધામનુ નિર્માણ કરી રહ્યા છે તે કણાદ ગામનુ નામ જે મહાન રૂષિના નામ પરથી પડેલુ છે તે મહર્ષિ કણાદ તથા તેમના આપેલા દર્શન વિષે આવો થોડુ જાણીએ. મહર્ષિ કણાદ એવું કહેવાય છે કે કણાદ ઉલૂકઋષિના વંશજ હતા. એવું પણ કહેવાય છે કે તેઓ દિવસે સતત ધ્યાનમગ્ન વિચારશીલ અને અભ્યાસરત રહેતા હોવાથી ફક્ત રાત્રે જ ખળામાં પડેલ દાણા વીણીને ખાતા. આ રીતે દિવસે ઊંઘવાની અને રાત્રે જાગવાની ચેષ્ટા કરનાર ઉલુક (ઘૂવડ)ની જેમ વર્તતા. કણાદ 'ઉલૂક'ના નામે ઓળખાતા હોવાથી તેના દ્વારા પ્રવર્તન પામેલ દર્શનનું નામ "ઔલુકય દર્શન" પડ્યું. વળી, એવું પણ કહેવાય છે કે કણાદ ઋષિની કઠોર તપસ્યાથી સંતુષ્ટ થઈને ભગવાને ઉલૂકરૂપે આ જ્ઞાન ઉપદેશેલ હોવાથી આ જ્ઞાનને 'ઔલુકય દર્શન' કહે છે. વળી આ દર્શનમાં પરમાણુવાદની વિશેષ ચર્ચા હોવાથી પરમાણુરૂપ કણોને ખાનાર (પચાવીને તેનું જ્ઞાન કરનાર) કણાદ તરીકે ઓળખાયા. તેઓ ખળામાં પડેલ અનાજના કણ વીણીને ખાતા અને જીવન નિર્વાહ કરતા તેથી તેઓનું નામ કણાદ પડેલું. कणम‌् अत्ति इति कणाद:। વળી મહર્ષિ કણાદને કણભૂક, કાશ્યપ અને ઔલુક પણ...

2024 के पहले युवा तालीम केंद्र

Image
2024 के पहले युवा तालीम केंद्र (वाईटीके) बैच के 60 युवाओं ने गुजरात, महाराष्ट्र और राजस्थान के विभिन्न क्षेत्रों में विचार-विमर्श किया। चार युवाओं के 15 समूहों ने कुल 123 गांवों की यात्रा की, जहां उन्होंने 1,681 भक्तों और शुभचिंतकों के घरों का दौरा किया, और पारिवारिक सद्भाव बनाए रखने के लिए सत्संग मूल्यों के महत्व पर जोर दिया। उन्होंने 1,469 परिवारों को साप्ताहिक सत्संग सभाओं में भाग लेने, दैनिक पूजा करने, दर्शन के लिए अपने स्थानीय मंदिर में जाने, प्रतिदिन स्वामिनी वटो और वचनामृत का पाठ करने, एकादशी पर उपवास करने, नियमित रूप से घर सभा आयोजित करने और अन्य सत्संग प्रथाओं में संलग्न होने का संकल्प लेने के लिए प्रेरित किया। युवाओं ने 122 सत्संग सभाएँ भी आयोजित कीं, जिनमें 8,676 लोगों ने भाग लिया। उन्होंने बच्चों के लिए 76 सभाएँ और 49 स्कूल सभाएँ भी आयोजित कीं, जिनमें उन्होंने कुल 12,367 बच्चों को मार्गदर्शन प्रदान किया। शाम को, युवक गाँवों में विशेष भक्ति जुलूसों का आयोजन करते थे, जिसमें 2,327 लोग भाग लेते थे। उन्होंने 534 लोगों को व्यसन छोड़ने के लिए भी प्रेरित किया। इन यात्राओं के माध्यम...

પ્રમુખસ્વામી મહારાજ બળદગાડામાં

Image
 📜 Daily Prasang 📜 ૧૯૮૩ના વર્ષની વાત છે. ૬૨ વર્ષીય પ્રમુખસ્વામી મહારાજ જાન્યુઆરી મહિનાની કાતિલ ઠંડીમાં સાબરકાંઠા જિલ્લામાં વિચરણ કરી રહ્યા હતા.સાબરકાંઠા વિસ્તારના કિશોરપુરા ગામમાં રહેતા એક હરિભક્તે પ્રમુખસ્વામી મહારાજને વિનંતી કરી કે બાપા, આપ મારા ગામમાં પણ પધારો. મારે ખેતરમાં કૂવો કરવો છે અને મારી ઇચ્છા છે કે એ કૂવાનું ખાતમુહૂર્ત આપના હાથે થાય. સાબરકાંઠા જિલ્લાના ભરચક કાર્યક્રમોની વચ્ચે સ્વામીશ્રીએ આ હરિભક્ત માટે પણ સમય ફાળવ્યો અને એમના ગામ જવાનું નક્કી કર્યું. તા. ૧૭મી જાન્યુઆરી, ૧૯૮૩ના દિવસે પ્રમુખસ્વામી મહારાજ સાબરકાંઠા જિલ્લાના કિશોરપુરા નામના નાનકડા ગામમાં પધાર્યાં ગામમાં આવ્યા પછી ખબર પડી કે મોટર કાર પેલા હરિભક્તના ખેતર સુધી જઈ શકે તેમ નથી. કારણ કે અનુકૂળ રસ્તો જ નહોતો. બીજા કોઈ હોય તો હરિભક્તના ઘરે પગલાં કરીને રવાના થાય, પરંતુ પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે આપણે આ હરિભક્તનો મનોરથ પૂરો કરવો છે. કૂવાનું ખાતમુહૂર્ત કરવા માટે આપણે એના ખેતર પર જવું છે. ખેતર સુધી પહોંચવાનો એકમાત્ર વિકલ્પ બળદગાડું હતું. સ્વામીજીએ કોઈ પણ જાતના સંકોચ વગર કહ્યું કે આપણે બળદગાડામાં બેસીને એમના ખેતર ...

बी.ए.पी.एस. स्वामिनारायण मंदिर सारंगपुर

Image
 बी.ए.पी.एस. स्वामिनारायण मंदिर सारंगपुर बी.ए.पी.एस. स्वामिनारायण मंदिर, सारंगपुर, गुजरात, एक अद्वितीय और प्रमुख हिन्दू मंदिर है जो भगवान स्वामिनारायण को समर्पित है। यह मंदिर सारंगपुर गाँव में स्थित है और ब्रह्मसमाज के आचार्य प्रतिष्ठानंध स्वामी के द्वारा स्थापित किया गया था। यह मंदिर एक अनुपम विभूति है और उसकी शैली एक अद्वितीय भव्यता को दर्शाती है। सारंगपुर मंदिर में सफेद संगमरमर से बनी विशाल मूर्तियाँ हैं जो संगीत, कला, और धरोहर की अद्भुतता को दर्शाती हैं। मंदिर का स्थान और वातावरण भक्तों को शांति और आध्यात्मिकता का एक अनूठा अनुभव प्रदान करता है। सारंगपुर मंदिर में सालाना अनेक धार्मिक और सामाजिक आयोजन होते हैं, जिनमें प्रवचन, कीर्तन, और प्रासाद वितरण शामिल होता है। यहाँ के विशेष पर्वों में मंदिर भक्तों के बीच बहुत बड़ी संख्या में पहुंचाई जाती है और वहां की सुंदरता और शांति का आनंद उठाते हैं। बी.ए.पी.एस. स्वामिनारायण मंदिर, सारंगपुर, अपनी अद्वितीयता और धार्मिक महत्व के लिए प्रसिद्ध है और यह भक्तों के बीच एक आध्यात्मिक सांस्कृतिक केंद्र के रूप में समान्य है। इस मंदिर की ऊँचाई और मह...

ભગવાન શ્રીરામનું ચિંતન કરે, તે શ્રીરામ જેવો થાય

Image
 📜 Daily Prasang 📜 ભગવાન શ્રીરામનું ચિંતન કરે, તે શ્રીરામ જેવો થાય.      એકનાથ મહારાજે ભાવ-રામાયણમાં લખ્યું છે કે 'રામ-રાવણનુ યુદ્ધ થતું હતું, ત્યારે કુંભકર્ણ સૂતેલો હતો. મદદ માટે જયારે રાવણે તેને જગાડ્યો, ત્યારે તેણે પૂછ્યું કે મને કેમ જગાડ્યો ?'      રાવણ કહે છે, 'સીતા માટે યુદ્ધ થાય છે, એટલે તારી મદદ મળે એ માટે તને જગાડ્યો છે.'\      કુંભકર્ણ કહે છે કે 'તું સીતાજીને કેમ લઇ આવ્યો ?'      રાવણ કહે છે કે 'તે બહુ સુંદર છે, તેથી લઇ આવ્યો છું.      કુંભકર્ણ કહે છે, 'તારી ઈચ્છા પૂરી થઇ ?'      રાવણ કહે છે, 'તે પતિવ્રતા છે, મારી સામે નજર ઉંચી કરીને જોતી પણ નથી.'      કુંભકર્ણ કહે છે, 'તું માયાવી રામનું રૂપ ધરી તેમની પાસે જા, તે છેતરાઈ જશે અને તને વશ થશે.'       રાવણ કહે છે, 'મેં તે પ્રયત્ન કર્યો હતો, પણ રામમાં કાંઇ જાદુ હોય તેમ લાગે છે, હું રામનું સ્વ-રૂપ ધરવા જ્યાં તેમના સ્વરૂપનુ ચિંતન કરું છું, ત્યારે મારું મન બદલાઈ જાય છે. મારાં મન-બુદ્ધિ શુદ્ધ થાય છે. સીતા મને મા...