સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

મિતભાષી અને મિતાહારી પ્રમુખ સ્વામી મહારાજ

 મિતભાષી અને મિતાહારી



  • બાળપણથી જ શાંતિલાલ મિતાહારી પ્રકૃતિના હતા. ઘરના ભોજનમાં મોટે ભાગે ધોળી જુવારના રોટલા થતા. વારે-તહેવારે દિવાળીબા ઘઉં-બાજરીના રોટલા ઘડતા. પ્રસંગોપાત્ત ઢેબરાંનું ખાણું પણ રહેતું. કઠોળ, દાળ-ભાત, કઢી-ખીચડી વગેરે પણ ક્રમાનુસાર થતાં. શાકમાં બટાટા અને થિલોડાંનું શાક મુખ્યપણે રહેતું. ચોમાસામાં ઘરના વાડામાં વેલા ઉપર ધિલોડાં થાય; તેથી ચાર મહિના એ જ શાક ચાલતું. આમ, શાંતિલાલ આવો સાદો અને સાત્ત્વિક આહાર સૂક્ષ્મ પ્રમાણમાં આરોગતા.


  • તેમાંય તેઓ કેટલીક વાર તો જમવાનું પણ ભૂલી જાય અને દિવાળીબા યાદ કરાવે કે “જમવાનું બાકી છે” ત્યારે જમે!!

  • નિશાળે જતાં પૂરી કે ઢેબરાંનો ડબ્બો જો બાંધી આપ્યો હોય તો તે લઈ જાય, નહીં તો એમ ને એમ જાય. કંઈક ખાવા-પીવા બે પૈસા આપ્યા હોય તો
  • તે પણ મોટેભાગે પાછા લઈ આવે. ક્યારેક તેની જલેબી લેતા અને મિત્રો સાથે મિજબાની માણતા. ક્યારેક એ રકમમાંથી પાદરા જઈ પુસ્તકો પણ ખરીદી લાવતા.

  • આમ, ખાવા-પીવામાં બિલકુલ તાલમેલ નહીં. જમવામાં આ ભાવે કે તે ભાવે એવું પણ નહીં. કોઈ વખત દિવાળીબા પૂરણપોળી કરે તો તે જમવાની સહેજ રુચિ જણાવતા. બાકી 'રસ-નિરસ બરોબર સમું' એવી એમની પ્રકૃતિ હતી. પણ હા, પહેલેથી એક વાત પાકી રાખેલી – ભગવાનને ધરાવીને જ જમવાનું. તેમાં કદી ફેર પડવા દેતા નહીં.

  • શરીરે એકવડા તેથી માતા ભેંસ દોહવા બેસે ત્યારે શાંતિલાલને બોલાવી તાજું દૂધ પરાણે પિવડાવે, પણ શાંતિલાલને પહેલેથી દૂધ પર સૂચિ ઓછી. તેથી માનું મન સાચવવા પૂરતું થોડુંક લેતા, બાકીનું બીજાને આપી દેતા. આમ, ખાવા-પીવા બાબતે કોઈ કરાર કે તકરાર તેઓના જીવનમાં પહેલેથી જ નહીં. આહાર પ્રત્યેના આવા દુર્લક્ષને કારણે શાંતિલાલનો શારીરિક બાંધો પાતળો- નબળો હતો. તેથી તેઓના મિત્ર શંકરલાલ તો ગમ્મતમાં તેઓને “મડિયું” કહીને જ બોલાવતા.

  • 'महीयांसः प्रकृत्या मितभाषिणः । भडान विभूतिश्रो स्वाथी ४ મિતભાષી હોય છે. આ લક્ષણ શાંતિલાલમાં સર્વથા વર્તાતું. તેઓ મિતાહારીની જેમ મિતભાષી પણ એવા જ હતા. તેઓ જેમ ચંચળ નહોતા તેમ વાચાળ પણ નહોતા.

  • અલબત્ત, તેઓ ઓછું બોલતા પણ મીઠું બોલતા. બોલે ત્યારે રૂપાની ઘંટડી રણકતી હોય તેવું લાગે. એ રણકાર વર્ષો સુધી કાનમાં ગુંજ્યા કરે. શાસ્ત્રીજી મહારાજના સમયના એક વયોવૃદ્ધ સંત બાલકૃષ્ણ સ્વામી કહેતા : “એક વાર ચાણસદમાં જૂનું પ્રસાદીનું મંદિર છે ત્યાં મેડી બનાવવાની હતી. તેથી શાસ્ત્રીજી મહારાજની સાથે હું પણ ત્યાં રોકાયેલો. મોતીભાઈ સેવામાં આવે. તે વખતે શાંતિલાલ નાના. મેં તેમને જોયેલા. તેમણે એક વાર કહેલું કે “મારા બાપુજીને બોલાવી લાવું? — આ વાક્ય હજુ મને યાદ આવે છે.”

  • કેટલું ટૂંકું વાક્ય પણ કેવી દીર્ઘકાલીન અસર! એ સંતના જીવનમાં છ-છ દાયકા સુધી આ મધમીઠા શબ્દોનાં કામણ લેશેય ઓસર્યા નહોતાં. આવા વચનમધુર હતા શાંતિલાલ.

Comments

Popular posts from this blog

2024 के पहले युवा तालीम केंद्र

સુરત અક્ષરધામ

હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય