સમગ્ર ઉત્તર અમેરિકા માં રામનવમીની ઉજવણી

Image
 સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તો તાજેતરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના આદર અને ઉત્સાહ સાથેના શુભ જન્મોત્સવ માટે એકત્ર થયા હતા. "મહાજનો યેના ગતઃ સા પંથાહ" થીમ હેઠળ, જેનો અનુવાદ "મહાનનો માર્ગ અનુસરવા"માં થાય છે, ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા ગહન ઉપદેશો અને સદ્ગુણોનો અભ્યાસ કર્યો. ઉજવણીએ ભક્તોને આ ગુણોને મૂર્ત સ્વરૂપ આપવાથી તેમના જીવન અને સમુદાયો પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે તે શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીમાં અન્ય લોકોના સંઘર્ષને સમજવા અને સહાનુભૂતિ દર્શાવવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નમ્રતા જાળવી રાખવા અને નિઃસ્વાર્થ સેવા અને સૌ પ્રત્યે પરોપકારને અપનાવવાના ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો, સ્ટેજ શો દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી જેમાં શાસ્ત્રીય ભક્તિ ગીતો, પરંપરાગત નૃત્યો, સ્કીટ્સ અને આધ્યાત્મિક પ્રવચનોનો સમાવેશ થતો હતો. આ વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે યુવા પેઢીને કાલાતીત મૂલ્યો પહોંચાડવાના સાધન તરીકે સેવા આપી હતી. તેના મૂળમાં, સ્...

સન ૧૯૨૧-૩૫ શિશવનો વૈભવ

 સન ૧૯૨૧-૩૫

શિશવનો વૈભવ

  • “સમાન સાથે સુખથી મળાય, મોટા થકી તો ડરી દૂર જાય; કીડી મળે કુંજર સાથે કેમ, મળે ન ભૂપાળ ગરીબ તેમ. મૈત્રી કરે બાળક સાથે બાળ, વિશાળ સાથે જન જે વિશાળ; પશૂ પશુ સાથે વિનોદ પામે, માટે મળે છે જઈ એક ઠામે. સ્વજાતિ સાથે સુખ થાય તેવું, વિજાતિ સાથે નવ થાય એવું; પાણી તણો છે જડ જે પ્રવાહ, સ્વજાતિ સાથે જ મળે અથાહ. જો દેવ કોઈ દરશાય સામે, તો ભૂત જાણી જન ભીતિ પામે; મનુષ્યની સાથે મનુષ્ય થાય, ત્યારે મનુષ્યે સુખ તો પમાય.”




  • આ પંક્તિઓમાં પરબ્રહ્મનું નરતનું ધારણ કરવાનું કારણ દર્શાવાયું છે. મનુષ્યને દિવ્યતાનો ઓપ આપવા ભગવાન અને તેઓને અખંડ ધારક સંત દિવ્યભાવ છુપાવીને મનુષ્ય જેવા બની રહે છે. જો કે મનુષ્ય-સ્વરૂપમાં પણ તેઓનાં ઐશ્વર્ય, સામથ્ર્ય, પ્રતાપ લેશેય ઝંખવાતાં નથી. આ અનુભવ તેઓને સાંનિધ્યમાં સતત થયા કરે છે. ચાણસદવાસીઓ પણ આ અનુભવથી અળગા ન રહી શક્યા.

  • 'बालानां रोदनं बलम् ।' भानुं ३६न. ते वातवातभां लेंडडो ताशे. આકળો-ઉતાવળો થઈ જાય. આ અવસ્થામાં સહનશીલતાના નામે શૂન્ય હોય. પરંતુ દિવાળીબાના આ દીકરા બાબતે સૌનો અનુભવ જુદો જ રહેતો. તેની સહનશીલતા વિશે સૌ કહેતા : “એનામાં પહેલેથી સહનશક્તિ બહુ. નાની ઉંમરે એવા બળિયા નીકળેલા કે રસી સાથે કપડું ચોંટી જાય પણ ઉકારોય ન કરે. પહેલેથી શાંત સ્વભાવ.”

  • કદાચ તેથી જ માતા-પિતાએ પોતાના આ લાડકવાયાનું નામ 'શાંતિ' રાખ્યું હશે! તેઓની દરેક ક્રિયામાં સૌને શાંતિ અનુભવાતી. તેઓની દરેક ક્રિયાથી સૌને શાંતિ અનુભવાતી. તેઓ બોલે ત્યારે શાંતિ પ્રસરતી અને તેઓને भौनभांधी पत्र शांतिना स्विंगो बातां रतां. 'आकृतिः गुणान् कथयति ।' આકૃતિ ગુણોને કહી દે છે – એ વાત તેઓને જોતાં સાચી અનુભવાતી.

  • એક વાર શાંતિલાલને દિવસમાં પંદર-વીસ વખત શૌચિવવધ કરવા જવું પડે એવા સખત ઝાડા થઈ ગયેલા. તેથી તેઓએ તળાવકિનારે ભાથીજીના ઓવારે જ ધામો નાંખેલો, કારણ કે શૌચ બાદ સ્નાન કરવાની પવિત્ર પ્રણાલી શાંતિલાલે નાનપણથી જ રાખેલી. વળી, ગંભીર માંદગી જેવા કોઈ પણ આપત્કાળમાંય શ્રીજીની નાની-શી આજ્ઞાનું પણ ઉલ્લંઘન ન થવું જોઈએ તેવી દૃઢતા પણ તેઓની રગરગમાં પહેલેથી જ ધરબાયેલી. તેથી શૌચ બાદ સ્નાનની સાનુકૂળતા સચવાય તે હેતુથી તળાવકિનારે એક ઝાડ નીચે જ રહેલા. ઝાડાને કારણે અશક્તિ એવી આવી ગયેલી કે બે જણે ઊંચકીને તેઓને ઘેર પહોંચાડેલા; પરંતુ શાંતિલાલે આ બીમારીની વાત સુધ્ધાં ઘરના સભ્યોને જણાવી નહોતી. જ્યારે તેઓને ઊંચકીને ઘેર લવાયા ત્યારે જ ઘરમાં સૌને ખબર પડી કે આવી માંદગી શાંતિલાલને આવી છે. અન્યથા તેઓ સૌ તો એમ જ સમજતા'તા કે 'શાંતિ ક્યાંક બહાર ગયો હશે.”

  • દુઃખનાં રોદણાં રડી-રડીને બીજા પાસેથી સહાનુભૂતિની ઉઘરાણી કરતા રહેવું એ શાંતિલાલના સ્વભાવમાં જ નહીં. જે પરિસ્થિતિ આવે તેને પ્રભુનો પ્રસાદ માનીને હસતાં મોંએ આરોગી જવાનું તેઓને પ્રથમથી જ ફાવી ગયેલું. આવા પ્રસંગે થોડાય વિચારશીલ વ્યક્તિના મગજમાં ચમકારો થઈ જતો કે “આ બાળક કંઈક જુદો છે.'

Comments

Popular posts from this blog

2024 के पहले युवा तालीम केंद्र

સુરત અક્ષરધામ

હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય